બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / MHA 14C alerted online gamers to play smart and play safe

સાયબર ક્રાઈમ / ઓનલાઈન ગેમ રમતા હોય તો સરકારી એલર્ટ જાણી લેજો, નહીંતર સુરક્ષિત રહેવું અઘરું

Vaidehi

Last Updated: 07:31 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રાલયનાં સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેંટર 14Cએ એક મેસેજ જારી કર્યો છે. લખ્યું છે- "સ્માર્ટ રમો, સુરક્ષિત રહો."

  • સાયબરક્રાઈમ વિભાગે ગેમર્સને આપી ચેતવણી
  • ઓનલાઈન ગેમિંગથી સાવચેત રહેવા માટે આપ્યો મેસેજ
  • કહ્યું- સ્માર્ટ રહો, સુરક્ષિત રહો

હાલમાં ગેમિંગ એપ્સની મદદથી વારંવાર થતાં સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં લેતાં ગૃહમંત્રાલયનાં સાયબર વિભાગે ઓનલાઈન ગેમિંગ કરતાં સમયે સાવધાની દાખવવાની ચેતવણી આપી છે. ગૃહમંત્રાલયનાં સાયબર વિભાગ અંતર્ગત આવનારા ઈન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેંટર 14C એ એક કોશનરી મેસેજ શેર કર્યો છે જેમાં લખ્યું છે: ' સ્માર્ટ રમો, સુરક્ષિત રહો- ઓનલાઈન ગેમિંગ કરતાં સમયે સુરક્ષિત રહો!'

વિશ્વાસપાત્ર વેબસાઈટ પરથી જ એપ ડાઉનલોડ કરવી
14C વિભાગે પોતાના સંદેશામાં સલાહ આપતાં કહ્યું કે- "ઓનલાઈન ગેમ ડાઉનલોડ કરવા માટે વિશ્વસનિય જગ્યાઓ જેવી કે ગૂગલ પ્લે સ્ટોર, એપલ સ્ટોર અને ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો." તેમણે એવું પણ કહ્યું કે," હંમેશા ગેમનો ડેવલોપર કોણ છે તે ચેક કરવું જેથી ખબર પડી શકે કે વેબસાઈટ સાચી છે કે ફેક" આ સિવાય તેમણે ચેતવણી આપતાં કહ્યું કે ક્યારેય પણ ગેમમાં મળતાં ખાસ ઓફર કે આકર્ષક સબ્સક્રિપ્શનનો શિકાર ન બનવું. 

વધુ વાંચો: 1 મહિનો ફોનની ટેવ છોડી મૂકો અને 8 લાખ જીતો! અનોખા કોન્ટેસ્ટની જાહેરાત, 10 લોકો હશે લકી

હેલ્પલાઈન નંબર પર કોલ કરવો
ગેમનાં ચેટ કે ફોરમમાં પોતાની પર્સનલ જાણકારી કોઈ સાથે શેર ન કરવી કારણકે છેતરપિંડી કરનારાઓ ખેલાડીઓને ફસાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરી શકે છે. ગેમ એપ ડાઉનલોડ કરતાં સમયે માત્ર એટલી જ પરમિશન આપવી જેટલી જરૂરી હોય. નહીંતર તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જો આવો કોઈ ફ્રોડ તમારા સાથે થાય તો તાત્કાલિક સાયબરક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ