બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / mexico bus accident in oaxaca 18 migrant were killed becouse of overturned

Mexico Accident / મેક્સિકોમાં સર્જાયો ગંભીર માર્ગ અકસ્માત: પ્રવાસીઓથી ભરેલી બસે પલટી મારતા 18નાં મોત, 29 ઇજાગ્રસ્ત

Arohi

Last Updated: 09:10 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mexico Bus Accident: અમેરિકા- મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો મુસાફરો બસો અને માલગાડીમાં સફર કરે છે.

  • મેક્સિકોમાં મોટી દુર્ઘટના 
  • પ્રવાસીઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ
  • ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત 

મેક્સિકોમાં શુક્રવારે વેનેજુએલા અને હૈતીના પ્રવાસિઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં બે મહિલાઓ અને ત્રણ બાળકો સહિત કુલ 18 લોકોના મોત થઈ ગયા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના ઓક્સાકા અને પડોસી રાજ્ય પ્યૂબ્લાને જોડતા રાજમાર્ગ પર સવારે થઈ. 

આ બસ દુર્ઘટના મેક્સિકોના પડોસી રાજ્ય પ્યૂબ્લાની બોર્ડરની નજીક સ્થિત ટેપેલમેમે શહેરમાં થઈ. સ્થાનીક અધિકારીઓના નિવેદન અનુસાર બસ દુર્ઘટનામાં કુલ 29 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેક્સિકોની રાષ્ટ્રીય ઈમીગ્રેશન એજન્સીએ જણાવ્યું છે કે બસમાં 55 વિદેશી નાગરીકો સવાર હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોમાં પેરૂના લોકો પણ શામેલ હતા. 

બસો અને માલગાડીઓમાં મુસાફરી 
અમેરિકા જતા પ્રવાસીઓ સાથે જોડાયેલી આ નવી દુર્ધટના છે. અમેરિકા-મેક્સિકોની બોર્ડર સુધી પહોંચવાના પ્રયત્નમાં અલગ અલગ દેશોના હજારો પ્રાવસી બસો, ટ્રેલરો અને માલગાડીઓમાં સફર કરે છે.

ગયા રવિવારે ચિયાપાસમાં ક્યૂબાના પ્રવાસીઓને લઈ જતી એક માલવાહક ટ્રક પલટી ખાઈ ગયો હતો. જેમાં 10 ક્યૂબાઈ પ્રવાસીઓના મોત થયા અને 25 ઘાયલ થયા. મેક્સિકન સાષ્ટ્રીય આવ્રજન સંસ્થાનનું કહેવું છે કે બધા મૃત ક્યૂબાઈ પ્રવાસી મહિલાઓ હતી અને તેમાંથી એકની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ