બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / 'Methi' increased taste and cure for many diseases likee, cholesterol, hair fall.

હેલ્થ ટિપ્સ / વઘારમાં સ્વાદ વધારવો એટલું જ નહીં, કોલેસ્ટ્રોલ, ખરતા વાળથી લઇને અનેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે 'મેથી'

Megha

Last Updated: 05:07 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેથીના દાણા દાળ, કઢી અને અન્ય શાકના વઘારમાં માત્ર સ્વાદ વધારવાનું જ નહીં, ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ પણ કરે છે. આવો, જાણીએ મેથીમાં રહેલા ગુણો વિશે.

  • ‘મેજિકલ’ મેથીના દાણા છે અતિગુણકારી
  • ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ કરે છે મેથી
  • મેથી શરીરને જરૂરી વિટામિન અને મિનરલ આપે છે

મોટા ભાગે સાંધા અને કમરના અસહ્ય દુખાવામાં સૂકી મેથીના ચપટી દાણા ચમત્કારિક અસર કરી શકે છે. ‘મેજિકલ’ મેથીનો જો   સમજી-વિચારીને ઉપયોગ કરવામાં આવે તો વાયુના કારણે થતી અનેક સમસ્યાઓનો હલ પણ થઇ શકે છે. મેથીના દાણા દાળ, કઢી અને અન્ય શાકના વઘારમાં માત્ર સ્વાદ વધારવાનું જ નહીં, ખોરાકને સુપાચ્ય બનાવવાનું કામ પણ કરે છે. આવો, જાણીએ મેથીમાં રહેલા ગુણો વિશે.

- આખા વર્ષ દરમિયાન મસાલામાં વપરાતા મેથીના અમુક દાણા પણ આપણા શરીરને જરૂરી વિટામિન અને મિનરલ આપે છે. 
- મેથીના દાણામાં કોડ‌િલવર ઓઇલ જેટલા ગુણો છે. મેથી પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે, તેમાં વિટામિન B1, B2, B3, B6, B9 આમ, વિટામિન બીની આખી શૃંખલા જ રહેલી છે એમ પણ કહી શકાય. આ સિવાય વિટામિન-સી   ઉપરાંત આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે.
- મેથી કોલેસ્ટ્રોલ અને ચરબી ઓછી કરવા માટે પણ ઉત્તમ છે. મેથીના દાણામાં થોડા પ્રમાણમાં તેલ રહેલું છે અને આયુર્વેદ મુજબ જે પદાર્થમાં તેલ હોય એ વાયુનું શમન કરે છે. મેથીમાં રહેલી સ્નિગ્ધતાના કારણે એ પેટમાં શુષ્કતા નિર્માણ નથી કરતી.
- મેથી શરીરમાં પચ્યા પછી વાયુ શમન કરે છે, કફ પણ ઓછો કરે છે, પરંતુ તે સાથે એક વાતનું ધ્યાન રહે કે મેથી ઉષ્ણ છે. તેથી પિત્તને વધારે છે. અલબત્ત, પિત્ત એટલું પણ નથી વધતું કે એની આડઅસર થાય, છતાંય પિત્ત પ્રકૃતિ ધરાવનારે મેથીનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું.
- મેથીના સેવનથી વાયુનો નાશ થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. શિયાળામાં મેથીનું ચૂર્ણ લઈ શકાય છે અથવા મેથી અને ગુંદરના લાડવાનું સેવન કરી શકાય છે. મેથીનું શાક પણ ખાઈ શકાય છે.
- મેથીપાક અને મેથીના લાડવાનું સેવન જોકે શિયાળા સિવાય અન્ય ઋતુમાં કરવું હિતાવહ નથી. મેથીનું વધારે સેવન ગરમીમાં વધુ ઉષ્ણતા નિર્માણ કરી શકે છે, આના કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. 
- વાળ ખરતા હોય અથવા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે હોવાથી વાળ નરમ પડી ગયા હોય, વાળમાં સ્પ્લિટ એન્ડ્સ હોય તેમણે ૨૫ ગ્રામ મેથી દાણાનો પાઉડર ૧૦૦ ગ્રામ નારિયેળના તેલમાં પલાળી રાખવો. ત્રણ રાત પછી તેલ ઉકાળી લેવું. ઠંડું થાય પછી બોટલમાં ભરી આ તેલ લગાવવાથી વાળ મજબૂત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ