બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorologist Ambalal Patel's rain forecast

ચોમાસું / ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ, બાગાયતી પાકોને નુકસાન..., જુઓ શું કહે છે અંબાલાલની નવી આગાહી

Dinesh

Last Updated: 02:47 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ પવનની વધુ ગતિથી કચ્છમાં બાગાયતી પાકોને નુકસાનની શક્યતા રહેશે

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • 2 દિવસમાં બંગાળ ઉપસાગરમાં ટર્ફ સર્જાશે
  • રાજસ્થાનમાં વરસાદને લઇ ગુજરાતમાં વરસાદ રહેશે


રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર ધમધોકાર વરસાદની આગાહી કરતા કહ્યું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે 

2 દિવસમાં બંગાળ ઉપસાગરમાં ટર્ફ સર્જાશે:  અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે,  2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ  ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ'  
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8થી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેમજ પવનની વધુ ગતિથી કચ્છમાં બાગાયતી પાકોને નુકસાનની શક્યતા રહેશે તેમજ ઓગષ્ટમાં દેશના પૂર્વીય રાજ્યોમાં વરસાદ થશે. બિહાર, પશ્ચિમ બંગાળ, આસામમાં વરસાદની શક્યતા છે તેમજ આસામમાં ભારે વરસાદ હોય તો સિંધનું વાતાવરણ બદલે છે અને અસામમાં વરસાદ થતા ગુજરાતમાં વરસાદ ઓછો થશે વધુમાં કહ્યું કે, ઓરિસ્સામાં વરસાદથી મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે તેમજ અમદાવાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય વરસાદ રહેશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ