બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel predicted another round of rain in Gujarat

મેઘાડંબર / નર્મદામાં પૂર! સરદાર સરોવર ડેમ થઇ શકે ઓવરફ્લો, બીજી સિસ્ટમ બનવાની તૈયારી... જુઓ શું કહે છે અંબાલાલની ભયંકર આગાહી

Malay

Last Updated: 11:47 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 27 થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે.

 

  • ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ
  • સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમણે જણાવ્યું કે, આજે અને આવતીકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. 

બાપ રે! અંબાલાલની બિહામણી આગાહી: ગુજરાતમાં નર્મદા-તાપી ડેમ થશે ઓવરફ્લો,  દરિયાકિનારાના વિસ્તારો રહે ઍલર્ટ | Meteorologist Ambalal Patel predicted  another dangerous ...

આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે, 
આજે અને આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, વડોદરા, સાવલી, કરજણ, પેટલાદ, તારાપુર, આણંદ, નડીયાદ, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહેસાણા, સાંબરકાઠામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

24 જુલાઈએ બીજી સિસ્ટમ થશે સક્રિયઃ અંબાલાલ પટેલ
તેમણે જણાવ્યું કે, આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે. 

સૌરાષ્ટ્રમાં પૂર તો દ.ગુજરાતમાં અતિભારે વરસાદ: જાણો અંબાલાલ પટેલે શું કરી  આગાહી | Floods in Saurashtra, heavy rains in South Gujarat: Find out what Ambalal  Patel predicted

વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  આ વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યાતા છે. 

આ વિસ્તારોમાં પણ પડી શકે છે વરસાદ 
આ ઉપરાંત આજે દમણ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. 

માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ, 24 કલાકમાં 40  તાલુકામાં વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી | Rain in 40 talukas  in 24 hours in ...

20-21 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
20 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. 21 જુલાઈએ પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા,  અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભારે વરસાદની શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ