બ્રેકિંગ ન્યુઝ
VTV / Meteorological department's big forecast, wind speed of 15 kmph, rain forecast for 5 days in these states
Pravin Joshi
Last Updated: 02:19 PM, 11 June 2023
ADVERTISEMENT
દેશના મેદાની વિસ્તારોના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં આકરી ગરમી પડી રહી છે. સાથે જ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે. કેરળ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને તમિલનાડુના ઘણા ભાગોમાં હવે તે વધુ આગળ વધે તેવી શક્યતા છે. તેની અસર પડોશી રાજ્યોના હવામાન પર પણ જોવા મળી શકે છે. જ્યારે ચક્રવાત બિપોરજોય પણ ઝડપથી તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું છે કે 11 થી 13 જૂન વચ્ચે ઝારખંડ અને ઓડિશામાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં 12 જૂન સુધી આકરી ગરમીથી લોકો પરેશાન થશે. બિહાર અને તટીય આંધ્રપ્રદેશના લોકોને 12 જૂન સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ પછી હવામાનની પેટર્ન બદલાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
'બિપરજોય'ના કારણે રાજસ્થાનમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'બિપરજોય'ના કારણે આગામી સપ્તાહે રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન 'બિપરજોય' ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે 16 જૂનની સવારે એક ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. આ મુજબ ઉપરોક્ત સિસ્ટમની અસરને કારણે રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં 14-15 જૂનના રોજ વરસાદી ગતિવિધિઓ નોંધાય તેવી શક્યતા છે. આ દરમિયાન જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર 16-17 મેના રોજ રાજ્યમાં વાવાઝોડાની ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે.
ADVERTISEMENT
કેરળમાં ભારે વરસાદનું એલર્ટ
ADVERTISEMENT
10 થી 12 જૂન દરમિયાન કેરળમાં અને 10 અને 11 જૂનના રોજ લક્ષદ્વીપમાં ભારે વરસાદ થવાની અપેક્ષા છે. હવામાન વિભાગની એક અખબારી યાદીમાં શનિવારે જણાવવામાં આવ્યું હતું કે કેરળ અને લક્ષદ્વીપમાં મોટાભાગના સ્થળોએ વરસાદ થયો છે. 10 જૂનના રોજ કેરળમાં એક કે બે સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચતા પવનની સાથે વીજળીના ચમકારા સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. જ્યારે કેરળમાં 11 જૂનથી 14 જૂન અને લક્ષદ્વીપમાં 10 જૂનના રોજ પવનની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે છે અને વીજળી પડવાની સંભાવના છે.
વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું
ADVERTISEMENT
અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે વાવાઝોડું
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.
પોરબંદરથી 480 કિલોમીટર દૂર
બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 480 કિલોમીટર દૂર અને દ્વારકાથી 530 કિમી દૂર છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. ગઇકાલે રાતે એન.ડી.આર.એફની ટીમ પોરબંદર પહોચી ગઈ છે.
5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
ભારે પવન ફૂંકાવાની આગાહી
તેઓએ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે. દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.