બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Meteorological Department predicted unseasonal rain in Amreli, Porbandar, Dwarka

ફરી 'માઠી' આગાહી / ગુજરાતમાં ફરી માવઠાની આગાહી: અમરેલી, પોરબંદર સહિતના જિલ્લાઓના ખેડૂતો પર સંકટના વાદળ

Dinesh

Last Updated: 02:04 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat wethar update: આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, અમરેલી, પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે

  • ફરી એક વખત માવઠાની આગાહી 
  • રાજ્યમાં હળવા વરસાદની સંભાવના 
  • અમરેલી, પોરબંદર, દ્વારકામાં વરસાદની શક્યતા
  • કચ્છ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી 


રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી આપવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમરેલી, પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ફરી પડશે કમોસમી વરસાદ! 13 એપ્રિલે આ 8 જિલ્લાઓમાં માવઠાની આગાહી, અમદાવાદમાં  પડશે હિટવેવ | Unseasonal rain forecast in these 8 districts on April 13

હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડિકે બંધાયા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, છેલ્લા બં દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે. અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 2થી3 ડિગ્રી ઘટ્યું છે. ત્યાર આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વધુમાં કહ્યું કે, અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિના કારણે આજે ઠંડી ભારે ચમકારો જોવા મળ્યો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટી શકે શકે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે

ફરી પડશે કમોસમી વરસાદ! 13 એપ્રિલે આ 8 જિલ્લાઓમાં માવઠાની આગાહી, અમદાવાદમાં  પડશે હિટવેવ | Unseasonal rain forecast in these 8 districts on April 13

ઠંડીનો ચમકારો
શિયાળાની સિઝન શરૂ બાદ જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચાલો જાણીએ આજે મોટો શહેરમાં કેટલું તાપમાન છે. અત્રે જણાવીએ કે, અમદાવાદ શહેરમાં આ સિઝનમાં પહેલીવાર ગઈકાલે તાપમાન 13.3 ડિગ્રી નોંધાયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ