બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Meteorological department predicted rain for next 3 days

સાચવજો / આ તારીખે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગર સહિત 3 દિવસમાં આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા

Dinesh

Last Updated: 03:26 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે આગાહી છે જ્યારે 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે

  • આગામી 3 દિવસ વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
  • 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે


સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં રાજ્યના હવામાન વિભાગ વધુ એકવાર વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ રહેશે. આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.

24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે
આપને જણાવી દઈએ કે, આગામી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે આગાહી છે જ્યારે 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવનાછે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી 65 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ, સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય છે.

અંબાલાલ પટેલેની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, સાવલી, આણંદ, ખેડા, નડીયાદમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા તો રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે નર્મદા નદીમાં પૂર અને ડેમ ઓવરફ્લો થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, સાબરમતી નદીમાં પણ પૂર આવે તેવી સંભાવના છે. આ તરફ હવે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ