બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Meteorological department forecast regarding heat in Gujarat

હાય ગરમી / છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી માસનાં મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો,જાણો મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન કેટલું

Dinesh

Last Updated: 03:56 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ 16 ફેબ્રુઆરી છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો છે

  • ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી
  • 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં
  • ભુજનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી 


હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ભુજનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે.

16 ફેબ્રુઆરી છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો છે
વર્તમાન સમયમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોએ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરવો પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયું છે જ્યારે ભુજનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા 50 વર્ષના ફેબ્રુઆરી માસનાં મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે. 16 ફેબ્રુઆરી છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો છે. ભુજમાં પણ ગરમીએ મહત્તમ તાપમાનનો રેકોર્ડ તોડ્યો છે. હાલમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે.

થોડા દિવસ પહેલા અંબાલાલ પટેલ આગાહી કરી હતી
થોડા દિવસ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાહી કરી હતી કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડિગ્રી તાપમાન પહોંચી જશે. 25થી 26 માર્ચ દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

ફાઈલ તસવીર

દેશમાં હવામાનને લઈ હવામાન વિભાગે શું કહ્યું? 
દેશમાં હવામાનને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં દિલ્હીના તાપમાનમાં વધારો થઈ શકે છે. દિલ્હીમાં 19-20 ફેબ્રુઆરી સુધી લઘુતમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ પહાડો પર હિમવર્ષાના કારણે ઠંડીનો દોર જોવા મળશે. જોકે, કોલ્ડવેવ જેવી તીવ્ર ઠંડી નહીં પડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ