બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Message to I.N.D.I.A. alliance for 2024 election by shouting from Red Fort, How ready is the opposition against Modi government's blueprint?

મહામંથન / લાલ કિલ્લાથી લલકાર કરી 2024ની ચૂંટણી માટે I.N.D.I.A.ગઠબંધનને મેસેજ, મોદી સરકારની બ્લૂપ્રિન્ટ સામે વિપક્ષ કેટલો તૈયાર?

Vishal Khamar

Last Updated: 11:10 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રીએ 2047 સુધીનું વિઝન પોતાનાં ભાષણમાં આપ્યું હતું. તેમજ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. 2024 ની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું છેલ્લું ભાષણ હતું. અને ફરી સત્તારૂઢ થવાનાં આશીર્વાદ જનતા પાસે માંગ્યા હતા.

પ્રધાનમંત્રીના લાલ કિલ્લા ઉપરથી ભાષણ અંગે તો રાજકીય નિષ્ણાંતોના અને રાજકીય પક્ષોના નિવેદન આવી ચુક્યા છે અને કદાચ હજુ આવી રહ્યા હશે પણ પ્રધાનમંત્રીનું 77મા સ્વતંત્રતા દિવસનું ભાષણ એક રીતે વિશિષ્ટ હતું, અને તે એ કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું આ છેલ્લુ ભાષણ હતું. હવે પ્રધાનમંત્રીએ તો ફરી સત્તારૂઢ થવા જનતાના આશીર્વાદ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી જ માંગ્યા છે એટલે એ નિર્ણય તો 2024માં જનતા ઉપર છોડી દઈએ. 

  • લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીનો હુંકાર
  • ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ
  • પ્રધાનમંત્રીએ આગામી અનેક વર્ષનો રોડમેપ આપ્યો
  • ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટીકરણને ગણાવી બદી
  • નામ લીધા વગર આડકતરી રીતે વિપક્ષી ગઠબંધન પર વાર

હવે મુદ્દો આવે છે કે પ્રધાનમંત્રીએ 2023ના પોતાના સંબોધનમાં 2024ની ચૂંટણી માટેની રણનીતિ સેટ કરી દીધી કે કેમ.. આ વખતે પ્રધાનમંત્રીના સંબોધનમાં નવી અને ભાવસભર વાત એ હતી કે તેમના સંબોધનમાં પરિવારજન શબ્દ આવ્યો.. સ્વભાવિક છે કે પ્રધાનમંત્રી માટે દેશવાસીઓ તેના પરિવાર સમાન જ હોય પરંતુ આ લાગણીસભર શબ્દથી બહોળો વર્ગ જોડાઈ શકે તે વાત પણ વિચારવાલાયક તો છે જ. લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી વર્તમાન સરકારે એ સ્પષ્ટ ચોક્કસ કર્યુ કે તેમનો રોડમેપ શું છે અને સાથે સાથે એ સંકેત પણ નામ લીધા વગર આપી દીધો કે વિપક્ષી ગઠબંધનનો રોડમેપ શું હોય શકે.. હવે 2024ની લોકસભા ચૂંટણીમાં કોની રણનીતિ જનતાને પસંદ આવે છે એ કહેવું તો  મુશ્કેલ છે.

  • પ્રધાનમંત્રીએ ફરી સત્તારૂઢ થવા જનતાના આશીર્વાદ માગ્યા
  • 2024ની ચૂંટણી પહેલા PM તરીકે લાલ કિલ્લા પરથી છેલ્લું ભાષણ
  • લાલ કિલ્લાથી આપેલા ભાષણમાં 2024ની ચૂંટણી રણનીતિના સંકેત
  • પ્રધાનમંત્રીએ રાજકીય ઈશારાઓમાં તમામ વાત સમજાવી
  • ફરી સત્તારૂઢ થવાની નેમ પણ વ્યક્ત કરી

લાલ કિલ્લા ઉપરથી પ્રધાનમંત્રીનો હુંકાર કર્યો હતો.  ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ તેમજ  પ્રધાનમંત્રીએ આગામી અનેક વર્ષનો રોડમેપ આપ્યો. ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટીકરણને ગણાવી બદી. તેમજ નામ લીધા વગર આડકતરી રીતે વિપક્ષી ગઠબંધન પર વાર કર્યા.  પ્રધાનમંત્રીએ ફરી સત્તારૂઢ થવા જનતાના આશીર્વાદ માગ્યા. 2024ની ચૂંટણી પહેલા PM તરીકે લાલ કિલ્લા પરથી છેલ્લું ભાષણ.  લાલ કિલ્લાથી આપેલા ભાષણમાં 2024ની ચૂંટણી રણનીતિના સંકેત છે.  પ્રધાનમંત્રીએ રાજકીય ઈશારાઓમાં તમામ વાત સમજાવી. તેમજ  ફરી સત્તારૂઢ થવાની નેમ પણ વ્યક્ત કરી. ત્યારે વિપક્ષે પણ પ્રધાનમંત્રી ઉપર પલટવાર કર્યો. કોંગ્રેસે કહ્યું કે PM હવે પછીના સ્વતંત્રતા દિવસે પોતાના ઘરે ધ્વજ ફરકાવી શકશે.

PMએ ગણાવી 3 બદી
ભ્રષ્ટાચાર
પરિવારવાદ
તુષ્ટીકરણ

PMના ભાષણમાં છવાયા આ શબ્દ
ભારત
110 વાર
 
વિશ્વ
63 વાર
 
પરિવારજન
48 વાર
 
સામર્થ્ય
43 વાર
 
ગામ
23 વાર

 PMના સંબોધનની મહત્વની વાત

  • મણિપુર હિંસાની આકરી ટીકા
  • ભારતનું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ દુનિયામાં ત્રીજા નંબર
  • G-20 અધ્યક્ષતા, ભારતનું સામર્થ્ય
  • 5 વર્ષમાં 13.50 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા
  • 5 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે
  • વિશ્વકર્મા યોજનાની કરાશે શરૂઆત
  • દેશમાં આતંકી ઘટનાઓ ઓછી થઈ
  • નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં ઘણાં ફેરફાર
  • ગ્રામ્ય સ્તરે 2 કરોડ લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક
  • મહિલાઓ ડ્રોન ઉડાવી શકે તે માટે યોજના
  • ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટીકરણથી વિકાસ અટક્યો
  • પુન:સત્તારૂઢ થવાનો વિશ્વાસ

PMની 3 ગેરંટી 

  • દેશને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવો
  • ઘરના નિર્માણ માટે સરળતાથી લોનની ઉપલબ્ધિ
  • 25 હજાર જનઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય

2047 માટે PMનું વિઝન 

  • પ્રધાનમંત્રીએ 2047 સુધીનું વિઝન પોતાના ભાષણમાં આપ્યું
  • આઝાદીના 100 વર્ષે તિરંગો લહેરાય ત્યારે દેશ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર હોય
  • પ્રધાનમંત્રીએ આ માટે પારદર્શિતા અને નિષ્પક્ષતાને પહેલી જરૂરિયાત ગણાવી
  • PMને વિશ્વાસ દેશ પોતાના બળે વિકસિત રાષ્ટ્ર બની શકે છે

દેશનો હવે પછીનો રોડમેપ શું? 

મજબૂત અર્થવ્યવસ્થા

  • ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા
  • 5 વર્ષમાં ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય ધરાવે છે
  • ભારતની GDP 3.74 ટ્રિલિયન ડોલર

માથાદીઠ આવક 

  • 2022માં વિશ્વ બેંકે આંકડા જારી કર્યા હતા
  • 2022 મુજબ ભારતમાં માથાદીઠ આવક 2388.6 ડોલર

ઔદ્યોગિકરણ

  • હાલ ભારતની આયાત વધુ અને નિકાસ ઓછી છે
  • 2022-2023માં ભારતની નિકાસ 36.20 લાખ કરોડ
  • 2022-2023માં ભારતની આયાત 57.33 લાખ કરોડ

માળખાકીય સુવિધા

  • માળખાકીય સુવિધાના આધારે દેશનો હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ નક્કી થાય છે
  • 2021માં 191 દેશની સૂચિમાં ભારત 132માં નંબરે હતું    

ગરીબી

  • UNના રિપોર્ટમાં દેશમાં ગરીબીના આંકડા જારી કરાયા હતા
  • દેશમાં છેલ્લા 15 વર્ષમાં ગરીબી ઓછી થઈ હોવાનું તારણ
  • છેલ્લા 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નિકળ્યા

PMના સંબોધનના સંકેત

  • પરિવારજન શબ્દનો પ્રયોગ
  • પરિવારજન શબ્દથી બહોળો વર્ગ જોડાઈ શકે
  • વિશ્વકર્મા યોજનાની શરૂઆતથી OBC સમુદાયને સાધવાનો પ્રયાસ
  • લખપતિ દીદી, મહિલા સ્વયં સહાય સમૂહની વાત
  • મહિલાઓ સરકાર માટે પ્રાથમિકતા છે તેવા સંકેત
  • ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટીકરણથી વિપક્ષી ગઠબંધન પર વાર
  • વિકાસ અટકાવવા પરિવારવાદી પક્ષો જવાબદાર હોવાનો મેસેજ પહોંચાડવા પ્રયાસ
  • એક રાજા પર આક્રમણની વાત કરીને આક્રાંતાઓ વિરુદ્ધ પ્રહાર
  • હિંદુત્વ અને રાષ્ટ્રવાદનો મેસેજ
  • નેશન ફર્સ્ટની થીમ ઉપર જ ફોકસ
  • આર્થિક નીતિ વધુ મજબૂત બનાવવા પર ભાર
  • ઘર નિર્માણમાં સરળતાથી લોનની વાત, મધ્યમવર્ગને જોડવાનો પ્રયાસ
  • સત્તામાં પુનરાગમન માટે જનતાના આશીર્વાદ માંગ્યા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ