બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Meningitis Symptoms fever to migraine treatment cause encephalitis brain

Meningitis Symptoms / શરીરમાં દેખાતા આ લક્ષણોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતા, નહીં તો ચડી જશે મગજનો તાવ

Arohi

Last Updated: 12:53 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meningitis Symptoms And Treatment: મેનિનઝાઈટિસ એક એવી બિમારી છે જેના કારણે મગજમાં સોજાની સમસ્યા ઉભી થઈ શકે છે અને મગજના તાવનો ખતરો વધી શકે છે.

  • આવા લક્ષણોને ન કરતા ઈગ્નોર 
  • હોઈ શકે છે મગજનો તાવ 
  • જાણો તેની સારવાર વિશે 

મગજને બોડીનો કંટ્રોલ સેન્ટર માનવામાં આવે છે અને આ નર્વસ સિસ્ટમનું મુખ્ય કારણ છે. બધા વિચાર, યાદશક્તિ, એક્ટિવિટી અને બોલવું બધુ તેનાથી જ સંચાલિત થાય છે. એવામાં તેમાં નાની ભૂલથી મોટો ખતરો ઉભો થઈ શકે છે અને તેનાથી જીવ પણ જઈ શકે છે. એવી જ એક સમસ્યા છે મેનિનઝાઈટિસ. 

આ એક પ્રકારની સંક્રામક બીમારી છે. જેના કારણે મગજની અંદરના ભાગમાં સોજાની સમસ્યા પેદા થઈ શકે છે. એવામાં આ બીમારીમાં થોડી પણ બેદરકારી મગજના તાવનું પણ કારણ થઈ શકે છે. માટે ક્યારેય પણ આ બીમારીની અવગણના ન કરો.  

શું છે મેનિનઝાઈટિસ 
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર આ બિમારી એક પ્રકારની મગજની બીમારી છે. જે બેદરકારી રાખવા પર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ મેનિન્ઝેસ સાથે જોડાયેલા છે. જે આપણા મગનો એ ભાગ હોય છે અને તે મગની સુરક્ષા કવચનું કામ કરે છે. આ બીમારીના કારણે મગજના આજ ભાગમાં સોજો આવી જાય છે અને તેના કારણે સમસ્યા વધી શકે છે. 

લક્ષણ 

  • માથામાં દુખાવો 
  • તાવ આવવો 
  • ઉલ્ટી આવવી 
  • વધારે ઠંડી લાગવી 
  • ત્વચાનું પીળુ પડી જવું

આ છે બચવાની રીત

  • આ એક સંક્રામક બીમારી છે અને તેનાથી બચવા માટે સાવધાન રહેવાની જરૂર છે. 
  • તેના માટે દરરોજ સમય સમય પર પોતાના હાથ સારી રીતે સાફ કરતા રહો. 
  • સાથે જ કોઈ સંક્રમિત વ્યક્તિને મળતા પહેલા મોંઢાને સારી રીતે કવર કરો. 
  • તેના ઉપરાંત જો ઘરના કોઈ સદસ્ય સંક્રમિત છે તો સાફ-સફાઈ પર ખાસ ધ્યાન રાખો. 
  • વાતાવરણ બદલાવવા પર સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો અને પોતાની જરૂરી વસ્તુઓ જેવી કે ટૂથપેસ્ટ, ટોવેલ, સાબુને કોઈની સાથે શેર ન કરો. 
  • રોજ 3-4 લીટર પાણી પીવો. કારણ કે આ શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. એવામાં સંક્રમણથી બચવા માટે વધારે પાણી પીવો. 
  • તેના ઉપરાંત મેનિનઝાઈટિસના લક્ષણ દેખાવવા પર ડોક્ટરની પાસે જાઓ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ