બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / Meghraja's explosive batting in Ahmedabad: People getting stuck in Chakkajam while returning from office, 5 underpasses closed

મેઘમહેર / અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ઓફિસથી પરત ફરતાં લોકો ચક્કાજામમાં ફસાયા, 5 અંડરપાસ બંધ

Vishal Khamar

Last Updated: 08:05 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સાંજનાં સુમારે અચાનક જ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતા થોડાક જ સમયમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાનાં કારણે સમગ્ર જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.

  • અમદાવાદમાં ધોધમાર વરસાદથી સર્જાયો ટ્રાફિક જામ
  • શહેરનાં પાંચ અન્ડરબ્રિજમાં પાણી ભરાતા કરાયા બંધ
  • ભારે વરસાદથી સિંધુભવન રોડ પાણીમાં ગરકાવ
  • એસજી હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. પૂર્વ તેમજ પશ્ચિમ અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો હતો. થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ એલિસબ્રિજ, જમાલપુર, મણિનગરમાં પણ વરસાદ પડ્યો હતો.  મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ મેઘમહેર થઈ હતી. ત્યારે ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. 

 

5 અન્ડરબ્રિજ બંધ કરવામાં આવ્યા
અમદાવાદમાં સાંજનાં સુમારે એકાએક ભારે વરસાદ વરસવાનો શરૂ થતા શહેર અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. અન્ડરબ્રિજમાં પાણી ભરાતા પાંચ અન્ડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં મીઠાખળી, કુબેરનગર, અખબારનગર, ઉસ્માનપુરા તેમજ પરિમલ અન્ડરપાસ બંધ કરવામાં આવ્યા હતા. 

 

સિંધુભવન રોડ ઉપર લાંબો ટ્રાફિકજામ
અમદાવાદમાં સાંજનાં સુમારે અચાનક જ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થતા અમુક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્યારે મેઘરાજાની અમદાવાદમાં આક્રમક બેટિંગ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો હતો. ત્યારે ભારે વરસાદથી સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે ઓફિસથી ઘરે પરત ફરતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. સિંધુ ભવન રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઈસ્કોન બ્રિજ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો
અમદાવાદમાં મુશળધાર વરસાદને પગલે શહેરનાં વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. ઈસ્કોન બ્રિજ ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયો હતા. સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ