બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Meghraja's De-Dhanadhan in South Gujarat: 9 inches of rain in this district, water seeping into houses, roads jammed

જળબંબાકાર / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું દે-ધનાધન: આ જિલ્લામાં 9 ઈંચ વરસાદથી ઘરોમાં ઘૂસ્યા પાણી, રસ્તાઓ પર ચક્કાજામ

Vishal Khamar

Last Updated: 04:13 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે સુરત બાદ નવસારી જીલ્લામાં 9 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો અમુક સોસાયટીઓમાં લોકોનાં ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા.

  • નવસારી શહેરમાં ધોધમાર 9 ઇંચ વરસાદ ખાબક્યો 
  • ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી ઘૂંટણસમા પાણી
  • જલાલપોરમાં સોસાયટી અને માર્ગો પાણીમાં ગરકાવ

નવસારી શહેરમાં આવેલા જયશંકર પાર્ટી પ્લોટ વિસ્તારમાં આવેલ નાળામાં એક યુવાન તણાયો હતો. બીલીમોરાથી નવસારી પરીક્ષા આપવા આવેલો એક યુવાન તણાયો હતો. જયશંકર પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા ખાડામાં પગ લપસતા ઘટનાં બની હતી. ત્યારે યુવાનને શોધવાનાં પ્રસાયો શરૂ કરવામાં આવ્યા છે. પરંતું પાણીનો પ્રવાહ વધારે હોવાનાં કારણે ફાયરની ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મોજ પાલિકાની ડ્રેનેજ લાઇન ચોક થતા પાણી ભરાયા 
નવસારી શહેરનાં માર્ગો પર પાણી ભરાયા છે. ત્યારે મોજ પાલિકાની ડ્રેનેજ લાઈન ચોક થતા પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો આટવાયા છે. 

 વરસાદી પાણી ભરાતા રસ્તો થયો બંધ
નવસારી શહેરમાં મુશળધાર વરસાદને કારણે લુંસીકુઈથી ગણદેવીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારે રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા.

લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા 
નવસારી શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકો અટવાયા હતા. તેમજ લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાયા હતા. 

જલાલપોરમાં સોસાયટી અને માર્ગો પાણીમાં ગરકાવ
નવસારી શહેરમાં ધોધમાર 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જલાલપોરમાં સોસાયટી અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 

ભારે વરસાદને કારણે છેલ્લા 1 કલાકથી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા
નવસારી શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ પડવાને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. ત્યારે ભારે વરસાદને કારણે છેલ્લા 1 કલાકથી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. 
ઔરંગા નદી પરના લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
નવસારીનાં ખેરગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેનાથી ઔરંગા નદી પરનાં લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નાધઈ અને મરલાને જોડતો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેમજ પાટી અને ખટાણાને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ચીમનપાડા અને મરઘમાળને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 

નેશનલ હાઈવે નંબર 48 પરના ગરનાળામાં પાણી ભરાયા
નવસારી શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ નેશનલ હાઈવે નંબર 48 પરનાં ગરનાળામાં પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 

પાણી ભરાતા નવસારી દાંડી માર્ગ બંધ કરાયો
નવસારી શહેરનાં એરૂ ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા નવસારી દાંડી માર્ગ બંધ કરાયો હતો. વિદ્યાકુંજ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. નવી બનેલી ગટર ઉપરથી પાણી વહેવાની શરૂઆત થઈ હતી. ત્યારે નવસારી શહેરમાં પ્રવેશતા ઈટાળવા નવસારી માર્ગ બંધ થયો હતો. 

ભારે વરસાદ પડવાને કારણે રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી
નવસારીનાં ખેરગામમાં અવિરત વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 2 કલાકમાં ખેરગામમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ પડવાને કારણે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. સ્થાનિકોએ જ વરસાદી પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી. જીલ્લાનાં અન્ય તાલુકાઓમાં નહિવત વરસાદ પડ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ