બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Meghraja will hit various districts as a disaster for the next 5 days

આગાહી / માવઠાના વધુ એક રાઉન્ડ માટે ખેડૂતો તૈયાર રહેજો: આગામી 5 દિવસ સુધી વિવિધ જિલ્લાઓ પર મેઘરાજા આફત બની ત્રાટકશે

Vishal Khamar

Last Updated: 04:00 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આજે પણ અમદાવાદમાં ઝરમર વરસાદ પડવાની સંભાવના છે.

  • રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
  • રાજ્યમાં ફરી માવઠાનો માર
  • 5 દિવસ કમોસમી વરસાદની આગાહી

 રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળી રહ્યા છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવા, ગાંધીનગર, મહેસાણા,  સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ડાંગ, વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 મે ના રોજ વધુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 


હળવો તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઃ હવામાન વિભાગ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અત્યારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અમદાવાદમાં વાવાઝોડું ફુંકાઈ શકે છે. ગઈ કાલે વરસાદી માહેલ વચ્ચે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું. જે સામાન્ય કરતા 6.1 ડિગ્રી ઓછું રહ્યું હતું. શહેરનાં કેટલાક વિસ્તારોમાં હળવો તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયલ રહેશે. 


ફરી એક વાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે
ખાનગી હવામાન વિશેષજ્ઞોના મતે આગામી દિવસોમાં બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. 10-11 મે ના દિવસોમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. જે 18 સુધીમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. 8 જૂનથી બંગાળના ઉપસાગરમાં પવનોની અદલાબદી થવાની શક્યતા રહે છે. ફરી એક વાર ગુજરાતમાં માવઠું ખેડૂતોનો પાક બગાડશે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઃ હવામાન વિભાગ
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાતનાં દરિયાકાંઠાનાં સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ દમણા, દાદરા નગર હવેલી સહિતનાં વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે.  ત્યારે ગુજરાતનાં  સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, મોરબી,  રાજકોટ, અમરેલી તેમજ ભાવનગર સહિતનાં વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ તેમજ તાપીમાં વરસાદ પડવાની સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ