બ્રેકિંગ ન્યુઝ
VTV / Meghraja will call a strike in several states including UP-Gujarat, IMD warns
Priyakant
Last Updated: 08:07 AM, 24 June 2023
ADVERTISEMENT
દેશભરના હવે સંભવિત રીતે ઉનાળાની વિદાય દેખાઈ રહી છે. દેશની રાજધાની દિલ્હીની સાથે ઉત્તર ભારતમાં ખાસ કરીને યુપી અને બિહારમાં તીવ્ર ગરમી અને ભેજથી લોકો પરેશાન હતા. જોકે વચ્ચે થોડો ઝરમર વરસાદ રાહત આપતો હતો. પરંતુ હવે મુશળધાર વરસાદ ઉત્તર ભારતમાં ગરમીથી રાહત અપાવશે. ગુરુવારે, બિહાર, તેલંગાણા સહિત કેટલાક અન્ય રાજ્યોમાં ચોમાસુ આગળ વધ્યું. આકરી ગરમી વચ્ચે લોકો લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે, સમગ્ર દેશમાંથી હીટવેવનો અંત આવ્યો છે. હવામાનની આગાહી એ પણ જણાવે છે કે, 26 જૂન સુધી કોસ્ટલ કર્ણાટકમાં અને 25 અને 26 જૂને આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ પડશે. IMDએ જણાવ્યું છે કે, 28-30 જૂન સુધી ઉત્તરપૂર્વ ભારત, મધ્ય ભારત, પશ્ચિમ કિનારો અને પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
Update on Onset of South-West Monsoon.#Monsoon #WeatherUpdate #India #IMD @moesgoi @DDNewslive @airnewsalerts @ndmaindia pic.twitter.com/36esi2Ha8v
— India Meteorological Department (@Indiametdept) June 23, 2023
UP-MP અને બિહારમાં પડશે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
Agromet advisories#India #IMD #AgrometAdvisories #Farmer #Weather #WeatherUpdate@moesgoi @DDNewslive @airnewsalerts @ndmaindia pic.twitter.com/cchcyrokMG
— India Meteorological Department (@Indiametdept) June 23, 2023
ઉત્તરપૂર્વ અને નજીકના પૂર્વ ભારતના હવામાનમાં
આગામી 5 દિવસ દરમિયાન મોટાભાગના સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ગંગાના પશ્ચિમ બંગાળમાં 25 જૂને અને ઓડિશામાં 26 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં 25 જૂન સુધી અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 25 જૂનથી ગાજવીજ અને વીજળી સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં 27 જૂન સુધી, હિમાચલ પ્રદેશમાં 24 થી 27 જૂન દરમિયાન અને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 25 થી 27 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 24 થી 27 જૂન દરમિયાન અને વિદર્ભમાં 24 થી 27 જૂન દરમિયાન ભારે વરસાદની અપેક્ષા છે. 25 જૂન સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. 24 થી 27 જૂન દરમિયાન કોંકણ અને ગોવામાં, 25 અને 26 જૂને મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.