બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Meghameher everywhere in Gujarat: Ghed Panthak 'flooded', fields turned into bats, see celestial scenes

ડ્રોન નજારો / ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર: ઘેડ પંથક 'પાણીથી તરબોળ', ખેતરો બેટમાં પરિવર્તિત, જુઓ આકાશી દ્રશ્યો

Dinesh

Last Updated: 04:12 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમ-1માં પાણીની સારી એવી આવક થતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો પર ઘેરાતું જળસંકટ દૂર થયું છે

  • અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
  • જુનાગઢના મતિયાણા ગામમાં નદીના પાણી ફરી વળ્યા
  • ભાદર - 1 ડેમમાં સતત પાણીની આવક 

રાજ્યમાં મુશળધાર વરસેલા વરસાદના પગલે ડેમો અને ચેકડેમો છલોછલ ભરાયા છે. જેના કારણે ધરતીપુત્રો ખુશ-ખુશાલ જોવા મળી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થતાં રાજ્યના મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ જેને લઈ મોટા ભાગના ડેમના દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે તો ક્યાંક રસ્તાઓ સ્વિમિંગપુલ બની ગયા હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે.

ખેતરો બેટમાં ફેરવાયા
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બાયડ પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગઈકાલે બાયડમાં 4 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જળબંબાકાર
જુનાગઢ જિલ્લામાં અવિરત વરસેલા વરસાદના પગલે ઘેડ પંથકની પરિસ્થિતિ ખૂબ કપરી બની છે આ વર્ષે માંગરોળ, માણાવદર, પાદરડી સહિતના ગામોમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયાની પરિસ્થિતિ ઉદ્ભવી છે. તો મતિયાણા ગામમાં નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.જ્યાં લોકોને જવા આવવા કમર સુધીના પાણીમાં થઈને જવું પડે છે. કારણ કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 

ડેમમાં પાણીની સપાટી 23.20 ફૂટે પહોંચી
સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર - 1માં સતત પાણીની આવક જોવા મળી રહી છે. પુષ્કળ વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામોમાં ઘેરાતું જળસંકટ દૂર થયું છે.  સારો વરસાદ કારણે સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટો ભાદર-1 ડેમમાં 23.20 ફૂટે પાણીની સપાટી પોંહચી છે. ભાદર ડેમની ઉંડાઇનુ લેવલ 34 ફૂટ છે અને આ ડેમમાં પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા 6648 એમ.સી.એફ.ટીની છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ