બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / meeting, organized, Minister of State for Home, Harsh Sanghvi, planning, Rathyatra,

બેઠક / ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકાર અલર્ટ, તમામ જિલ્લાના પોલીસ વડા સાથે હર્ષ સંઘવીએ કરી બેઠક

Kishor

Last Updated: 05:53 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અષાઢી બીજ નિમિતે રથયાત્રાના આયોજને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

  • અષાઢી બીજના દિવસે અલગ-અલગ જિલ્લાઓમાં નીકળશે રથયાત્રા
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી
  • રાજકોટમાં 1307 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે

અષાઢી બીજના પાવન પર્વને આડે હવે ઘડીઓ ગણાઈ રહી છે. અષાઢી બીજ નિમિતે રાજ્યના અનેક શહેરો અને અલગ-અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યા છે ત્યારે રથયાત્રા દરમિયાન સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ગૃહ વિભાગ એલર્ટ થયું છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમણે રાજ્યના તમામ જિલ્લાના SP અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. રથયાત્રાના આયોજનને લઇને યોજાયેલી બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ATS, IB સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રા પર ડ્રોન કેમેરાથી પણ નજર રખાશે
વધુમાં રાજકોટમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. અષાઢી બીજ નિમિતે રાજકોટમાં 22 કિલોમીટરના રૂટ પર રથયાત્રા યોજાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના આયોજનને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવશે. એટલું જ નહી રથયાત્રા પર ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.અષાઢી બીજના દિવસે 6 અલગ-અલગ શોભાયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન પોલીસ કમિશનર, 2 DCP, 5 ACP બંદોબસ્તમાં રહેશે. ઉપરાંત 16 PI, 51 PSI, 10 મહિલા PSI અને 1307 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.

વધુમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પર કેમેરા ગોઠવી નજર રાખવામાં આવશે અને 60 બોડી વોર્ન કેમેરા લગાવી જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. વધુમાં પોલીસ કંટ્રોલરૂમાંથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. તેમ પોલીસ આલમમાંથી જાણવા મળી રહ્યું છે. 

અમવાદમાં રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે
અમદાવાદમાં રથયાત્રામાં 4 DIG, 20 SP , 38 DCP ,60 DYSP, 150 PI, 300 PSI સહિત 25 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે. આકાશમાં ઉડી શકે તે પ્રકારની પેરામોટરનો ઉપયોગ થશે. ડ્રોનની સાથે-સાથે પેરામોટરથી પણ નજર રહેશે. પોલીસે GMDCમાં પેરામોટરનું ટ્રાયલ પણ કર્યું છે. પેરાગ્લાઈડિંગથી આકાશમાંથી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો પેરાગ્લાઇડ કરી આકાશમાંથી નજર રાખશે. ગોકાર્ટ સાથે પેરાશુટથી જોડાયેલા વાહનનો ઉપયોગ કરાશે.

હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિમાં હાજરી આપી
"રથયાત્રા પૂર્વેનો મહોત્સવ એટલે નેત્રોત્સવ " રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિમાં હાજરી આપી હતી. આ તકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી. જે વેળાએ સમગ્ર મંદિર પરિસર જય રણછોડરાયજીના નાદ સાથે  ગુંજી ઉઠ્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ