બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / રાજકોટ / matel khodiyar mata temple history

રસપ્રદ / અહીં ધરાની નીચે માં ખોડિયારનું સોનાનું મંદિર હોવાની માન્યતા, ગમે તેવા દુકાળમાં નથી સુકાતું પાણી

Khyati

Last Updated: 12:15 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના વાંકાનેરમાં આસ્થાનું કેન્દ્ર સમાન માટેલ ખોડિયાર માતાના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

  • વાંકાનેરમાં આવેલા માટેલમાં આવેલુ મંદિર
  • ખોડિયાર માતા હાજરાહજુર હોવાની ભક્તોમાં શ્રદ્ધા
  • માટેલિયો ધરો છે આકર્ષણનું કેન્દ્ર

આજે વાત કરીએ એવા એક પવિત્ર યાત્રા ધામની જ્યાં સાક્ષાત માતાજી હોવાની ભક્તોને પ્રતીતિ થાય છે. એવુ ધામ કે જ્યાં ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે ક્યાંય ક્યાંયથી પગપાળા આવે છે.  આ ધામ છે રાજકોટના વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ.જ્યાં મા ખોડિયારના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. આમ તો ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.ત્યારે આજે જાણીએ  માટેલ મંદિરની કેટલીક રસપ્રદ વાતો અને ઇતિહાસ વિશે.

ખોડિયાર નામ કેવી રીતે પડ્યું ?

મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. એવી પણ લોકવાયકા છે તે ખોડલનું નામ જાનબાઇ હતું. તેઓ કુલ સાત બહેનો અને ભાઇ હતા. તેમની માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું. દંતકથા અનુસાર સાત બહેનાના એકના એક ભાઈ મેરખિયાને ઝેરી સાપે દંશ દીધો. કોઈએ ઉપાય સૂચવ્યો કે સૂર્ય ઊગે એ પહેલાં પાતળરાજા પાસેથી અમૃતકુંભ લઈને આવો તો જીવ બચી શકે. આવડ માતાની આજ્ઞાથી જાનબાઈ કુંભ લેવા ગયા. સવારે સૂર્ય ઊગવાની થોડીક જ વાર હતી જાનબાઈ ન આવતાં આવડ માતાથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાંક ખોડાઈ તો નથી ગયા ને. એટલું બોલ્યા ત્યાં જાનબાઈ આવ્યા ને તેમનો પગ ખોડાઈ ગયો. અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડિયાર. મગરની સવારી કરીને આવેલા ખોડિયાર માતાએ અમૃતકુંભથી ભાઈને સજીવન કર્યો. 

માટેલનો ધરો છે ખાસ આકર્ષણ

માટેલ ગામમાં પ્રવેશ કરો ત્યારે પહેલા માટેલ ધરો આવે. જેને માટેલિયો ધરો પણ કહેવાય છે. અહીં ભર ઉનાળામાં પણ પાણી સુકાતુ નથી. વળી આ પાણી એટલુ શુદ્ધ હોય છે કે લોકો ગાળ્યા વિના જ પાણી પીતા હોવાનું પણ માનવામાં આવે છે.  ધોખધમતો તાપ હોય કે દુકાળની સ્થિતિ હોય. આ ધરોમાં પાણી ખૂટતુ જ નથી. પાણી એટલુ મીઠુ હોય છે. મંદિરે દર્શન કરીને આવ્યા બાદ ભક્તો આ પાણીને માથે ચઢાવવાનું ભૂલતા નથી.

ભાણેજિયો ધરા સાથે જોડાયેલી લોકવાયકા

માટેલિયા ધરાની આગળ એક બીજો ધરો આવે છે જે ભાણેજિયા ધરા તરીકે ઓળખાય છે. આ ધરા સાથે પણ એક વિશેષ માન્યતા જોડાયેલી છે. દંતકથા અનુસાર કહેવામાં આવ્યુ છે કે આ ધરોની નીચે માતાજીનું સોનાનું મંદિર આવેલું છે.  તે સમયે બાદશાહે આ સોનાનું મંદિર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે ધરોમાં રહેલુ પાણી ખેંચી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાંખ્યુ. મંદિરની ઉપર સોનાનું ઇંડુ જોવા મળ્યુ હતું.  આ વાતથી ખોડિયાર માતા કોપાયમાન થઇ ગયા હતા અને ભાણેજિયા ધરોમાં હતુ એટલુ જ પાણી ભરી દીધુ. માતાજીના સતનો આ પરચો ગળધરેથી માજી નીસર્યા ગરબામાં જોવા મળે છે.


માટેલ મંદિરમાં માતાજીના બે સ્થાનક 

 માટેલમાં આવેલા આ મંદિરમાં કુલ ચાર ઊંચી ભેખડ પર વરખડીના ઝાડ નીચે એક મંદિર આવેલુ છે. જે માતાજીનું જૂનુ સ્થાનક ગણાય છે, અહીં એક આવડ, ખોડિયાર, હોલબાઇ અને બીજબાઇ એમ ચાર દેવીઓનો વાસ છે.  આ ચારેય મૂર્તિઓમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર અને ઓઢણી ઓઢાડેલી હોય છે.   જ્યારે બાજુમાં ખોડિયાર માતાની આરસની બનેલી સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.


મંદિરમાં અન્નક્ષેત્ર પણ કાર્યરત

માટેલ તીર્થધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. પૂનમ અને નવરાત્રિના સમયે તો અહીં ઘણી ભીડ જોવા મળે છે. અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું (પ્રસાદ) આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે. વળી અહીં શ્રદ્ધાળુઓને રહેવા માટે ધર્મશાળાની પણ સગવડ મળી રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ