બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mass wedding of the Kshatriya Thakor Samaj took place in Sabarkantha

સાબરકાંઠા / અખાત્રીજના દિવસે વણજોયા મુહૂર્તે ઇડરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના 18માં સમૂહલગ્નનું આયોજન, અલ્પેશ ઠાકોરે કરી આ હાકલ, સમાજે વધાવી

Kishor

Last Updated: 08:16 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સમાજના 18 માં સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ તેમજ ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

  • સાબરકાંઠાના ચિત્રોડા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો સમુહ લગ્નોત્સવ સંપન્ન
  • ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રહ્યા ઉપસ્થિત
  • સમાજની બદીઓ વ્યસ્ન અને દારૂ દૂર કરવા કરી અપીલ

ગુજરાતમાં અખાત્રીજના દિવસે લગ્ન ઉપરાંત તમામ શુભ કાર્ય માટે વણજોયુ મુહૂર્ત ગણવામાં આવે છે. ત્યારે અખાત્રીજ નિમિત્તે સાબરકાંઠાના ઇડરના ચિત્રોડા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના 18માં  સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ તેમજ ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઉપાધ્યક્ષ ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સમૂહ લગ્નમાં હાજરી આપી સમાજમાં પાયારૂપ બદલાવ લાવવા પર ભાર મુક્યો હતો. તેમજ વ્યસન મુક્ત સમાજ બનાવવા પણ અપીલ કરી હતી. સાથે જ ક્ષત્રિય સમાજ શૈક્ષણિક ભવનો સહિત શિક્ષિત સમાજ બનાવવા અંગે પણ હાંકલ કરી હતી.

સમાજને શિક્ષિત બનાવવા મુક્યો ભાર
સમૂહ લગ્નમાં 12 જેટલા દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તેમજ સમાજના આગેવાનો સહિત અન્ય લોકો પણ આ અવસરે ભાગીદાર બન્યા હતા જોકે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સમૂહ લગ્નમાં હાજરી આપી સમાજમાં પાયારૂપ બદલાવ લાવવા મામલે બદલાવ લાવવા આહવાન કર્યું હતું. આવનારા સમયમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જરૂરી બદલાવ થવાનો જણાવી ઠાકોર સેના તેમજ ક્ષત્રિય સમાજ શૈક્ષણિક ભવનો સહિત શિક્ષિત સમાજ બનાવવા વધુ ભાર મૂકાશે તેમ જણાવ્યું હતું

જો કે છેલ્લા કેટલાક સમયથી બિનપ્રતિદિન બદલાતા જતા સમય સાથે શિક્ષણમાં પણ ક્ષત્રિય સમાજ આગળ આવે તેવી સમયની માંગશે ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સરકારની સાથે રહી જરૂરી તમામ લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ ઠાકોર સેના કરશે તેમ જણાવ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ