બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Masks are mandatory in 3 states where Corona is increasing

હવે સાચવજો! / કોરોનાએ ફરી માથું ઊંચક્યું! ત્રણ રાજ્યોમાં ફરી આવી ગયા માસ્ક, કેરળમાં સૌથી વધારે ટેન્શન

Dinesh

Last Updated: 11:56 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના કેસ વધતા તંત્ર સતર્કતાના ભાગ રૂપે ત્રણ રાજ્યો હરિયાણા, કેરલ અને પોંડીચેરીમાં માસ્ક ફરજિયાત કરાયુ છે.

  • કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ
  • 3 રાજ્યમાં માસ્ક ફરજિયાત
  • હરિયાણા,કેરલ અને પોંડીચેરીમાં માસ્ક ફરજિયાત


દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરરોજ પાંચથી છ હજાર લોકો કોરોનાથી સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે. મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર ગાઈડલાઈન તેમજ વિવિધ સૂચનોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રી અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની હોસ્પિટલોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 10 અને 11 એપ્રિલના રોજ મોક ડ્રિલનીનું આયોજન કરવા પણ જણાવ્યું છે. 

3 રાજ્યમાં માસ્ક ફરજિયાત
કેરળ અને પુડુચેરી સરકારે માસ્ક ફરજિયાત કર્યો છે. હરિયાણામાં પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારે સામાન્ય લોકોને કોરોનાથી બચવા માટે જરૂરી નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. સરકારે જિલ્લા અને પંચાયત પ્રશાસનને તેના પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. 

કેરળના આરોગ્ય પ્રધાનનું નિવેદન
કેરલ સરકારે ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની જીવનશૈલીથી જોડાયેલા વિવિધ રોગો ધરાવતા લોકો માટે પણ માસ્ક ફરજિયાત કર્યું છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે કોવિડ-સંબંધિત મોટાભાગના મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોમાં થાય છે. જ્યોર્જે આરોગ્ય વિભાગને ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ટૂંક સમયમાં ખાનગી હોસ્પિટલોની એક વિશેષ બેઠક યોજવામાં આવશે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ જણાવ્યું હતું કે, કોવિડ-સંબંધિત મોટાભાગના મૃત્યુ 60 વર્ષથી વધુ ઉંમરના અને ડાયાબિટીસ જેવા જીવનશૈલીના રોગોથી પીડિત લોકોમાં થાય છે. 

પુડુચેરીમાં જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત
કોરોના કેસમાં વધારો થતાં પુડુચેરી વહીવટી તંત્રએ માસ્ક ફરજિયાત કર્યું છે. પુડુચેરી વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત કર્યું છે.

ઉત્તર પ્રદેશમાં તંત્ર એલર્ટ 
ઉત્તર પ્રદેશ સરકારે ભીડભાડવાળી જગ્યાએ તમામ લોકો માટે માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ માટે કોવિડ પોઝિટિવ હોય તેવા દરેક સેમ્પલ ફરજિયાતપણે મોકલવાનું કહેવામાં આવ્યું છે. સરકારે સંકલિત કોવિડ કમાન્ડ સેન્ટરોને સક્રિય કરવા અને જિલ્લા સ્તરે 'મોનિટરિંગ કમિટી'ની રચના કરવામાં આવી છે. રાજ્યભરની હોસ્પિટલોમાં સાધનસામગ્રી, દવા અને માનવબળની ઉપલબ્ધતા ચકાસવા પણ કહેવામાં આવ્યું છે.

કેરળમાં સતર્કતા
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કેન્દ્રની સૂચના મુજબ રાજ્યની હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવશે. જ્યોર્જે કહ્યું કે શનિવારે રાજ્યમાં કોરોનાના 1,801 નવા કેસ નોંધાયા છે. તિરુવનંતપુરમ, એર્નાકુલમ અને કોટ્ટયમ જેવા જિલ્લાઓમાં વધુ કેસ નોંધાયા છે. હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓનું આવવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. કોવિડના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓને તેમની સુવિધાઓ વધારવા માટે કહેવામાં આવ્યું છે. મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ