બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Maruti will launch 28 new vehicles in Indian market, know what is Maruti 3.0 plan

AUTO / 1 કે 2 નહીં! મારુતિ ભારતીય બજારમાં 28 નવા વાહનો લૉન્ચ કરશે, જાણો શું છે Maruti 3.0 plan

Megha

Last Updated: 02:26 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maruti 3.0 plan: મારુતિ કંપનીએ પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. ભારતીય બજારમાં કંપની 1 કે 2 નહીં પણ 28 નવા વાહનો લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે

  • મારુતિ સુઝુકીએ ઓટો માર્કેટમાં પોતાનો  હિસ્સો વધુ મજબૂત કર્યો 
  • 'મારુતિ 3.0' નામના વિશેષ અભિયાનની શરૂઆત
  • ભારતીય કાર બજાર વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે 

Maruti 3.0 plan: ભારતીય ઓટો માર્કેટમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પોતાનો હિસ્સો વધુ મજબૂત બનાવવા માટે પગલાં લીધાં છે. ભારતીય બજારમાં કંપની 1 કે 2 નહીં પણ 28 નવા વાહનો લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં ભારતીય કાર માર્કેટમાં મારુતિનો હિસ્સો લગભગ 50 ટકા છે. એટલે કે 100 નવી કાર ખરીદનારાઓમાંથી 50 મારુતિના વાહનો ખરીદે છે. 

'મારુતિ 3.0' નામના વિશેષ અભિયાનની શરૂઆત
જોકે, તાજેતરના સમયમાં ઘણી નવી કંપનીઓએ મારુતિને ટક્કર આપી છે. તેને જોતા કંપનીએ પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત કંપની નવા મોડલ લોન્ચ કરવાનો આગ્રહ કરી રહી છે.  એ માટે મારુતિ નવા વર્ષમાં 2 મિલિયન યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ઉમેરવા માટે 'મારુતિ 3.0' નામનું વિશેષ અભિયાન શરૂ કરી રહી છે. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં કંપની બજારમાં 28 મોડલ લોન્ચ કરશે. 

ભારતમાં SUVનું વેચાણ સતત વધી રહ્યું છે 
2022-23ના વાર્ષિક અહેવાલમાં કંપનીના શેરધારકોને આપેલા તેમના સંબોધનમાંજણાવ્યું હતું કે, “ભારતમાં SUVનું વેચાણ સતત વધી રહ્યું છે અને એન્ટ્રી-લેવલ સ્મોલ કાર માર્કેટનો વિકાસ દર અગાઉના સ્તરે પહોંચવાની શક્યતા નથી. આવી સ્થિતિમાં કંપની હવે તેના ઉત્પાદન પ્લાન્ટનું પુનર્ગઠન કરી રહી છે. સાથે જ કંપની વાસ્તવિક સ્થિતિ અને ભવિષ્યનું મૂલ્યાંકન કરી રહી છે. ભારતીય કાર ઉદ્યોગ બે આંકડામાં વૃદ્ધિ પામે તેવી અપેક્ષા નથી, જેમ કે ભૂતકાળમાં ચીનમાં થયું હતું. અમે નાણાકીય વર્ષ 2030-31 સુધી છ ટકાનો વિકાસ દર જાળવી રાખવાની અપેક્ષા રાખીએ છીએ.

ભારતીય કાર બજાર વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે 
ભાવિ માંગને પહોંચી વળવા માટે કંપની દ્વારા લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, “હવે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેને 'મારુતિ 3.0'ની શરૂઆત કહી શકાય. અમારો પહેલો તબક્કો હતો જ્યારે અમે જાહેર સાહસ હતા. બીજો તબક્કો કોવિડ સાથે સમાપ્ત થયો અને ભારતીય કાર બજાર વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું બજાર બની ગયું. કંપની સામેના પડકારો ઘણા છે. અમને 20 લાખ યુનિટની ક્ષમતા બનાવવામાં 40 વર્ષ લાગ્યા અને SMC (સુઝુકી મોટર કોર્પોરેશન) એ ગુજરાત પ્લાન્ટની સ્થાપના કરીને તેને પૂર્ણ કર્યું. કંપનીએ હવે આગામી નવ વર્ષમાં વધુ 2 મિલિયન યુનિટ ક્ષમતા ઉમેરવી પડશે.

વિદેશમાં મારુતિની કારની માંગ વધી રહી છે
મારુતિ સુઝુકીને અપેક્ષા છે કે નિકાસ માંગ વધતી રહેશે અને નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં નિકાસ વધીને 7.5 લાખથી આઠ લાખ કાર સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે સ્થાનિક માંગ અને નિકાસની જરૂરિયાતોને કારણે કંપની માટે ઉત્પાદન ક્ષમતામાં વધારાના 2 મિલિયન યુનિટ ઉમેરવા જરૂરી બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ