બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / mars transit into virgo in positive impact on people of aries and these 4 zodiac signs

મંગળનું 'કન્યા'માં ગોચર / મિથુન સહિત આ 4 રાશિઓ માટે 'મંગળનું ગોચર' રહેશે ભાગ્યશાળી, નોકરીમાં પ્રગતિ તો ધનમાં લાભ, જાણો કેટલો ફળશે?

Manisha Jogi

Last Updated: 08:44 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ ગ્રહના ગોચરથી અનેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. મંગળના ગોચરથી કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની વર્ષા થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે
  • અનેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે
  • આવો જાણીએ કઈ રાશિના જાતકોને ફળી જશે મંગળ

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહે 1 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળ ગ્રહ 49 દિવસ સુધી આ રાશિમાં રહેશે. ત્યાર પછી 18 ઓગસ્ટ 2023ના રોજ બપોરે 3:14 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહના ગોચરથી અનેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. કેટલીક રાશિના જાતકોએ ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. મંગળના ગોચરથી કઈ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની વર્ષા થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મંગળ ગોચરથી આ રાશિના જાતકોને મળશે શુભ પરિણામ
મેષ-
કન્યા રાશિમાં ગોચર કર્યા પછી મંગળ ગ્રહ મેષ રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના છઠ્ઠા ભાવને આરોગ્ય અને સ્પર્ધાનો ભાવ માનવામાં આવે છે, જેથી આ રાશિના જાતકોને લાભ થશે. શત્રુઓ પર વિજય મળશે. કાયદાકીય બાબતોનો નિર્ણય તમારી તરફેણમાં રહેશે. આરોગ્ય સારું રહેશે. વિદેશ યાત્રાનો યોગ બનશે. આ દરમિયાન ખર્ચો વધી શકે છે. 

મિથુન- કન્યા રાશિમાં ગોચર કર્યા પછી મંગળ ગ્રહ મિથુન રાશિના ચોથા ભાવમાં રહેશે. આ દરમિયાન નવી સંપત્તિ અથવા ઘર ખરીદવાનો મોકો મળી શકે છે. વેપારમાં સફળતા પ્રાપ્ત થશે, નાણાંકીય લાભ થશે. નોકરિયાત વર્ગે કાર્યમાં ધ્યાન આપવાનું રહેશે. ઈમાનદારીથી કાર્ય કરવાથી પ્રગતિ થઈ શકે છે. 

કર્ક- કન્યા રાશિમાં ગોચર કર્યા પછી મંગળ ગ્રહ કર્ક રાશિના ત્રીજા ભાવમાં રહેશે. આ દરમિયાન ભાઈ બહેનનો સાથ મળશે. તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તો સફળતા મળી શકે છે. પરિવારનો સાથ મળશે. 

વૃશ્વિક- કન્યા રાશિમાં ગોચર કર્યા પછી મંગળ ગ્રહ વૃશ્વિક રાશિના અગિયારમાં ભાવમાં રહેશે. આ દરમિયાન તમામ ઈચ્છા પૂર્ણ કરવાનો સમય મળશે. વેપારમાં લાભ મળશે, પરિવારનો સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને સફળતા મળશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. ઘણા સમયથી જે બિમારીથી પિડાઈ રહ્યા છો, તેનાથી છુટકારો મળશે. નોકરિયાત વર્ગને પદોન્નતિની તક મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ