બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / marathi actress Tejaswini Pandit the landlord asked for sexual favors in exchange of rent

શૉકિંગ / આ ફેમસ એક્ટ્રેસ પાસે શખ્સે મકાન ભાડાની જગ્યા પર માંગ્યુ સેક્સુઅલ ફેવર, કહ્યું- ગરીબ હોવાના કારણે મારી સાથે....

Arohi

Last Updated: 12:45 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્ટ્રેસ તેજસ્વિની પંડિતે એક ઈન્ટરવ્યૂમાં એક ઘટના વિશે જણાવ્યું. તેણે જણાવ્યું કે વર્ષ 2009-10માં તે પુણામાં સિંગગઢ રોડ પર ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તે સમયે તેની ફક્ત એક કે બે ફિલ્મો રિલીઝ થઈ હતી. તેજસ્વિની જે એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી તે એક કોર્પોરેટર હતો.

  • મરાઠી એક્ટ્રેસનું છલકાયુ દુખ 
  • એક્ટ્રેસ સાથે મકાન માલિકે કરી ગેરવર્તણૂક
  • મકાન ભાડાની જગ્યા પર માંગ્યુ સેક્સુઅલ ફેવર 

ફેમસ મરાઠી એક્ટ્રેસ તેજસ્વિની પંડિતે હાલમાં જ પોતાની સાથે થયેલી એક ઘટનાનો ખુલાસો કર્યો. જેને જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે. એક્ટ્રેસે જણાવ્યું કે ભાડાના એપાર્ટમેન્ટમાં રહેવાના સમયે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન થયું હતું. એપાર્ટમેન્ટના માલિકે તેની પાસે સેક્સુઅસ ફેવરની વાત કરી હતી. 

મરાઠી એક્ટ્રેસનું છલકાયુ દુઃખ 
એક્ટ્રેસ તેજસ્વિની પંડિતે એક ઈન્ટરવ્યૂમાં આ ઘટના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું- વર્ષ 2009-10ની વાત છે તે સમયે હું પુણામાં સિંહગઢ રોડ પર ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તે સમયે મારી ફક્ત એક કે બે ફિલ્મો રિલીઝ થઈ હતી. હું તે એપાર્ટમેન્ટમાં ભાડા પર રહેતી હતી તે એક કોર્પોરેટરનું હતું. 

તેજસ્વિનીએ આગળ કહ્યું- જ્યારે હું ભાડુ આપવા માટે ઓફિસ ગઈ તો તેણે મને સીધી ઓફર આપી દીધી. તેણે મારી પાસે ભાડાના બદલામાં સેક્સુઅલ ફેવર માંગ્યું. ટેબલ પર એક ગ્લાસ પાણી મુક્યુ હતું. મેં તેને ઉઠાવીને સીધુ તેના મોઢા પર ફેંક્યું. મેં તેને કહ્યું- આ બધી વસ્તુઓ કરવા માટે આ પ્રોફેશનમાં નથી આવી. નહીં તો હું આ એપાર્ટમેન્ટમાં જ ન રહી હોત. 

શા માટે થયુ આવુ? 
એક્ટ્રેસે જણાવ્યું આવું બે વસ્તુઓના કારણે થયુ હતું. તેણે મને મારા પ્રોફેશનના કારણે જજ કર્યુ અને એટલા માટે પણ કારણ કે મારી આર્થિક સ્થિતિ કમજોર હતી. તે મારા માટે લર્નિંગ એક્સપીરિયન્સ હતું. તેજસ્વિની પંડિતના આ ખુલાસાએ તમામ ફેંસને પરેશાન કરી દીધા. એવી સ્થિતિમાં હિમ્મત બનાવી રાખવા માટે ફેંસ તેજસ્વિનીના વખાણ કરી રહ્યા છે અને હંમેશા સ્ટ્રોગ રહેવાની સલાહ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ