બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Many sports are played in the world. whose market is in crores. Today we will tell you about the 5 richest sports in the world.

સ્પોર્ટ્સ / દુનિયાની 5 અમીર રમત, ક્રિકેટનું તો દૂર દૂર સુધી નામો નિશાન નથી, ખેલાડીઓ કમાય છે અરબોમાં

Pravin Joshi

Last Updated: 08:04 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં ઘણી રમતો રમાય છે. જેનું માર્કેટ કરોડોમાં છે. આજે અમે તમને દુનિયાની 5 સૌથી ધનિક સ્પોર્ટ્સ વિશે જણાવીશું.ભારતની સૌથી ફેવરિટ ગેમ ક્રિકેટ લિસ્ટમાં નથી.

આજકાલ વિશ્વમાં રમતગમતનું બજાર ખીલી રહ્યું છે. તેથી લોકો પણ કરિયર તરીકે સ્પોર્ટ્સ પર ધ્યાન આપવા લાગ્યા છે. દુનિયાની સૌથી ધનિક સ્પોર્ટ્સની વાત કરીએ તો ફૂટબોલનું નામ સૌથી પહેલા આવે છે. ફૂટબોલની રમતનું બજાર અંદાજે 600 અબજ ડોલરનું છે. ફૂટબોલની પ્રીમિયર લીગમાં ખેલાડીઓ વાર્ષિક 3.9 મિલિયન ડોલરનો પગાર મેળવે છે.

અમેરિકન ફૂટબોલ બીજા ક્રમે આવે છે. જેનું કુલ વૈશ્વિક બજાર 532 અબજ ડોલરથી વધુ છે. જો આપણે વર્ષ 2022ની વાત કરીએ તો આ રમતની નેશનલ ફૂટબોલ લીગે 17 મિલિયન ડોલરની આવક મેળવી હતી.

અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ સ્પોર્ટ્સ સંકુલ શોભાના ગાંઠિયા સમાન,  નાગરિકો સુવિધાથી વંચિત | Ahmedabad sports complex near Riverfront NID not  been inaugurated ...

ત્રીજા નંબરે બાસ્કેટબોલ છે જેનું સમગ્ર માર્કેટ 90 અબજ ડોલરનું છે. પ્રતિષ્ઠિત બાસ્કેટબોલ લીગ NBA એ વર્ષ 2022 માં 209 મિલિયન ડોલરની કમાણી કરી હતી. બાસ્કેટબોલ ખેલાડીઓની વાર્ષિક આવક લગભગ 3.8 મિલિયન ડોલર છે.

Ice Hockey Rolling Cup inaugurated in leh

આઈસ હોકી ચોથા નંબર પર આવે છે. આ રમત મોટાભાગે અમેરિકા અને કેનેડામાં રમાય છે. તેનું કુલ બજાર 60 અબજ ડોલરનું છે. પ્રીમિયર આઇસ હોકી લીગ, NHL ના ખેલાડીને વાર્ષિક $2.2 મિલિયનનો પગાર મળે છે.

વધુ વાંચો : ધોની કરતાં અડધી ફી, 27 વર્ષે કેપ્ટન, ઋતુરાજ ગાયકવાડ દર મહિને કેટલા કમાય છે? જાણો નેટવર્થ

બેઝબોલ પાંચમા નંબરે આવે છે જે અમેરિકાની રાષ્ટ્રીય રમત છે. બેઝબોલનું કુલ બજાર લગભગ 20 અબજ ડોલરનું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ