બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Many farmers benefit from rising tomato prices Karnataka are becoming millionaires selling tomatoes.

વાહ / ટામેટાં વેચીને આ ખેડૂતને મળ્યા એક બે નહીં પૂરા 38 લાખ રૂપિયા: મોંઘવારી વચ્ચે અન્નદાતાને લઈને આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કઈ રીતે

Pravin Joshi

Last Updated: 03:58 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ખેડૂતોને ટામેટાંની વધતી કિંમતોથી કોઈ ફાયદો નથી મળી રહ્યો, જ્યારે કર્ણાટકના ખેડૂતો ટામેટાં વેચીને કરોડપતિ બની રહ્યા છે. સરકારી આંકડાઓની વાત કરીએ તો જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો.

  • દેશમાં મોંઘવારી તેની ટોચ પર પહોંચી રહી છે
  • ટામેટાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે
  • કર્ણાટકમાં ખેડૂતો ટામેટાં વેચીને બન્યા કરોડપતિ

દેશમાં મોંઘવારી તેની ટોચ પર છે. ખાસ કરીને ટામેટાની વાત કરીએ તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. સરકારી આંકડાઓની વાત કરીએ તો જૂનમાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટા પણ છે. સામાન્ય લોકોના રસોડામાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. ખેડૂતોને તેનો લાભ મળતો ન હોવાના અહેવાલો સર્વત્ર છે. પરંતુ આજે અમે તમને આવા જ કેટલાક ખેડૂતો વિશે જણાવી રહ્યા છીએ. જેઓ ટામેટાં વેચીને કરોડપતિ બની ગયા છે. આ ખેડૂત પરિવારોએ 1000, 2000 નથી કમાયા પરંતુ ટામેટાં વેચીને 38 લાખ રૂપિયા કમાયા. હવે તમે વિચારતા હશો કે આ બધું કેવી રીતે થયું. આવો તમને જણાવીએ આ ખેડૂતોની સંપૂર્ણ સ્ટોરી..

સમય ગુમાવ્યા વગર તમારા ડાયટમાં આ વસ્તુને સામેલ કરી દો, લોહી તો વધશે જ સાથે  ત્વચાનો રંગ પણ નિખરી ઊઠશે I Benefits of eating tomatoes, good for stomach  as well as your

સરકારી આંકડા અનુસાર છેલ્લા એક મહિનામાં ટામેટાના ભાવમાં 326 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક અહેવાલ મુજબ કર્ણાટકના એક ખેડૂત પરિવારે ટામેટાં વેચીને 38 લાખ રૂપિયાની કમાણી કરી છે. વાસ્તવમાં આ ખેડૂત પરિવારે ટામેટાંના 2000 બોક્સ વેચ્યા હતા. જેમાંથી તેને પૂરા 38 લાખ રૂપિયા મળ્યા હતા.

શું ટામેટાથી કિડનીમાં પથરી થાય છે ? જાણો તેનાથી શું નુકસાન થાય અને કોણે  તેનાથી રહેવું જોઈએ દૂર / Tomato and Kidney Stones: Do Tomato Seeds Cause  Kidney Stones? Know who should

 

ટામેટાંનું એક બોક્સ રૂ.2200માં વેચ્યું

કર્ણાટકના આ ખેડૂત સિવાય અન્ય એક ખેડૂત પણ છે જેનું નામ વેંકટરામન છે. ચિંતામણી તાલુકાના આ ખેડૂતે ટામેટાંનું એક બોક્સ રૂ.2200માં વેચ્યું હતું. જ્યારે તે કોલાર મંડીમાં ટામેટાં વેચવા ગયો ત્યારે તેની પાસે કુલ 54 બોક્સ હતા. એક બોક્સમાં 15 કિલો ટામેટાં હોય છે. આ રીતે 54માંથી 26 બોક્સ રૂ.2200 પ્રતિ બોક્સના ભાવે વેચાયા હતા. જ્યારે બાકીના બોક્સ માટે તેને રૂ.1800નો ભાવ મળ્યો હતો. આવા 54 બોક્સ વેચીને તેને 17 લાખથી વધુની રકમ મળી.

શાક અને સલાડમાં ટામેટુ નાખીને ખાવ છો? તો થઈ જજો સાવધાન, આ 4 બિમારીઓના થઈ  શકો છો શિકાર | Do you add tomatoes to vegetables and salads So be careful  you can

કોલારના આ બજારમાંથી ખેડૂતો બની રહ્યા છે કરોડપતિ

આ બંને કર્ણાટકના કોલાર માર્કેટમાં ટામેટાં વેચીને કરોડપતિ બની રહ્યા છે. કોલાર મંડીમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. અહીં 15 કિલોના બોક્સની કિંમત રૂ.1900 થી રૂ.2200 થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોને બમ્પર કમાણી થઈ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ