બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mansukh Mandvia's big statement on the rising cases of pneumonia in China

મહેસાણા / 'સરકાર કોઇ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર...', ચીનમાં વધતા ન્યૂમોનિયાના કેસ મુદ્દે મનસુખ માંડવિયાનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 03:40 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mansukh Mandaviya Statement News: મહેસાણામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે, ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ છે

  • ચીનમાં સતત વધી રહ્યો છે ન્યૂમોનિય
  • કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન 
  • પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે: માંડવિયા
  • ન્યૂમોનિયાને લઇને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે: માંડવિયા
  • ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ છે: માંડવિયા

Mansukh Mandaviya Statement : ચીનમાં સતત વધતા ન્યૂમોનિયાના કેસ મુદ્દે કેન્દ્રીય આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મહેસાણામાં નિવેદન આપ્યું છે કે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચીનમાં ફેલાઈ રહેલા ન્યૂમોનિયાને લઇને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. નોંધનિય છે કે, તાજેતરમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રીનું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચીનમાં સતત વધતા ન્યૂમોનિયાના કેસ મુદ્દે નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ પર સરકાર ધ્યાન આપી રહી છે. ચાઇનામાં ન્યૂમોનિયા ફેલાઈ રહ્યો છે જેને લઇને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, ભારતમાં 5 રસીઓ વિકસિત કરાઈ છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, દેશની જરૂરિયાતો પૂરી કરીને રસી એક્સ્પોર્ટ પણ કરાઈ રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું હતું ?
ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું કહેવું છે કે, તે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ