બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / manipur violence from kiara advani to akshay kumar sonu sood bollywood celebs Raised a voice

બોલિવૂડ / મણિપુરની ઘટનાથી કિયારા આડવાણી, પ્રિયંકા ચોપડા, સોનુ સૂદ ગુસ્સાથી લાલ: બોલિવૂડથી લઈને હોલિવૂડની અભિનેત્રીઓએ ન્યાય માટે ઉઠાવ્યો અવાજ

Arohi

Last Updated: 03:12 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manipur Violence: જ્યારથી ઈન્ટરનેટ પર મણિપુરની બે મહિલાઓનો વીડિયો સામે આવ્યો છે. દરેક બાજુ આક્રોશની સ્થિતિ છે. ત્યાં જ બોલિવુડ સેલેબ્સે પણ આ વીડિયો વિશે પોતાના મંતવ્યો મુક્યા છે અને આરોપીઓ માટે સજાની અપીલ કરી છે.

  • મણિપુરનો વીડિયો જોઈ આક્રોસમાં બોલિવુડ
  • બોલિવુડ સેલેબ્સે ઉઠાવ્યો અવાજ 
  • જાણો કયા કયા બોલિવુડ સ્ટાર્સે વ્યક્ત કર્યો ગુસ્સો 

ઈન્ટરનેટ પર એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મણિપુરની બે મહિલાઓને કપડા વગર ફરતા અને તેમની સાથે મારપીટ કરતા લોકો જોઈ શકાય છે. કથિત ઘટના ઉત્તર-પૂર્વ રાજ્યમાં હિંસા ભડકાવવાના એક દિવસ બાદ 4 મેએ કાંગપોકપી જિલ્લામાં થઈ હતી. 

ઈન્ટરનેટ પર આ ભયાનક વીડિયોના સામે આવ્યા બાદ બોલિવુડ હસ્તિઓએ હવે તેના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ સેલેબ્સે ઈન્ટરનેટ પર સામે આવીને તેના વિશે અવાજ ઉઠાવ્યો છે. અક્ષય કુમારે જણાવ્યું કે તે મણિપુરમાં મહિલાઓની સાથે થયેલી હિંસાથી ચોંકી ઉઠ્યા છે. તો ત્યાં જ કિયારા અડવાણીએ દોષિઓના વિરૂદ્ધ કડક સજાની અપીલ કરી છે. આવો જાણીએ સેલેબ્સના રિએક્શન અને ટ્વીટ. 

સોશિયલ મીડિયા પર ફૂટ્યો સેલેબ્સનો ગુસ્સો 
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ સાર્વજનિક આક્રોસ ફેલાવ્યો છે. ટ્વીટર પર "મણિપુર હિંસા". "શરમજનક", "બહુ થઈ ગયું" જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. નેટિઝન્સે વીડિયોમાં મહિલાઓને પરેશાન કરનાર ભીડના વિરૂદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં કાંગપોકપી જિલ્લામાં ઘટનાની તારીખ 4 મે જણાવવામાં આવી છે. 

પ્રિયંકાએ શેર કરી ઈન્સ્ટાસ્ટોરી 
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઈન્સાટ્ગારમ સ્ટોરીમા મણિપુરની આ ઘટનાની નિંદા કરી છે. તેણે લખ્યું, "આ જઘન્ય અપરાધના 77 દિવસ પછી એક વીડિયો વાયરલ થયો તે પણ કોઈ એક્શન લેવામાં આવે તે પહેલા. તર્ક? કારણ? કંઈ મહત્વનું નથી? શું અને શા માટે.... આપણે મહિલાઓને કોઈ પણ રમતમાં પ્યાદા બનવાની મંજૂરી ન આપી શકીએ."  

 

સિંગર મેરી મિલબેન
અમેરિકન સિંગર મેરી મિલબેન જેમણે ગયા મહિને યુએસની મુલકાત દરમિયાન PM મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા તેમણે મણિપુર ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું "મણિપુર ઘટનામાં મહિલાઓ માટે તે દુખી છે." તેમણે આ મુદ્દાને જાહેરમાં સંબોધવા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે. મિલબેને ટ્વીટર પર લખ્યું, આ મહિલાઓ ફક્ત ભારતની દિકરીઓ નથી તેઓ ભગવાનના સંતાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ