બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / mangal gochar 27 december 2023 mars transit will give auspicious result to these zodiac sign
Vikram Mehta
Last Updated: 12:29 PM, 3 December 2023
ADVERTISEMENT
મંગળ ગ્રહ 27 ડિસેમ્બરના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને આત્મવિશ્વાસ, ઊર્જદા, સાહસ, બુદ્ધિમાની અને સૌભાગ્યનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં મંગળ ગ્રહની પરિસ્થિતિ શુભ હોય તો જીવનમાં સારું કામ થાય છે. નોકરી અને બિઝનેસમાં અપાર સફળતા પ્રાપ્ત થાય છે, તથા જીવન સુખ અને સુવિધામાં પસાર થાય છે. મંગળ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
મેષ- મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી માનવામાં આવ્યો છે. મંગળ ગોચરથી મેષ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઓફિસ અને બિઝનેસમાં તમામ અડચણ દૂર થશે તથા પ્રગતિ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
ADVERTISEMENT
તુલા- મંગળ રાશિ પરિવર્તનને કારણે તુલા રાશિના જાતકોને લાભ થશે. બિઝનેસમાં પ્રગતિ થશે. નાણાંકીય લાભનો યોગ બનશે, વૈવાહિક જીવન સુખમયી રહેશે. જીવનની તમામ તકલીફ દૂર થશે અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. આધ્યાત્મમાં રુચિ વધશે અને ધાર્મિક કાર્યોમાં શામેલ થશો.
ધન- મંગળ ગોચરના કારણે આ રાશિના જાતકોને જીવનમાં અપાર લાભ થશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા કાર્યની સરાહના કરવામાં આવશે અને ઓફિસમાં એક નવી ઓળખ ઊભી કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.