બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Mandsaur Madhya Pradesh worships Rawan on the day of Dasherra

ધર્મ / 'રાવણ તો અમારા જમાઈ થાય...', દશેરાએ આ ગામમાં શ્રીરામ નહીં રાવણની થાય છે પૂજા, રાવણનો મૃતદેહ અહીં હોવાનો છે દાવો

Vaidehi

Last Updated: 02:32 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકતરફ દેશભરમાં દશેરાની સાંજે રાવણ દહન કરવામાં આવે છે તો મંદસૌરમાં રાવણનાં પૂતળાનું પૂજન કરવામાં આવી છે. એટલું જ નહીં રુંડીમાં તો રાવણની એક મૂર્તિ પણ બનાવવામાં આવી છે.

  • સમગ્ર દેશમાં આજે રાવણનું દહન કરવામાં આવશે
  • પણ ભારતમાં એક જગ્યાએ રાવણનું પૂજન કરવામાં આવે છે
  • એ જગ્યાએ રાવણની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે

આજે સમગ્ર ભારતમાં દશેરાની ઊજવણી કરવામાં આવી રહી છે. દશેરાની સાંજે ચારેયતરફ તમને રાવણનો સળગતો પૂતળો જોવા મળશે. સમગ્ર ભારતમાં રાવણને અધર્મનું પ્રતીક માનવામાં આવે છે. પણ આ જ દેશમાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. ત્યાંનાં લોકો રાવણને પોતાનો જમાઈ માને છે.

મધ્યપ્રદેશમાં થાય છે રાવણ-પૂજન
મંદસૌર નામક આ જગ્યા મધ્યપ્રદેશમાં આવેલી છે. અહીં રહેતાં લોકો રાવણને પોતાનો જમાઈ માને છે અને આ જ કારણ છે કે અહીં લોકો તેની પૂજા કરે છે. કહેવામાં આવે છે કે રાવણની પત્ની મંદોદરીનું ઘર મંદસૌરમાં હતું તેથી અહીંનાં લોકો રાવણને આજે પણ પોતાનો જમાઈ માને છે.

રાવણનાં પૂતળાનું પૂજન
મંદસૌરનાં રુંડીમાં રાવણની એક મૂર્તિ બનાવવામાં આવી છે જેની પૂજા કરવામાં આવે છે. અહીંનાં લોકો રાવણને ફૂલ માળા ચઢાવીને તેની પૂજા કરે છે. મંદસૌર સિવાય અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં રાવણનું પૂજન કરવામાં આવે છે. શ્રીલંકામાં પણ અનેક સ્થળો પર રાવણનું પૂજન કરવામાં આવે છે.

રાવણનું શવ
એવું માનવામાં આવે છે કે શ્રીલંકાનાં રગૈલાનાં જંગલોમાં આશરે 8 હજાર ફીટની ઊંચાઈ પર રાવણનું શવ રાખવામાં આવ્યું છે. લોકોનું એવું માનવું છે કે અહીં રાવણનાં શવને મમી સ્વરૂપે સુરક્ષિત રાખવામાં આવ્યું છે. શ્રીલંકા ફરવા જનારા લોકો માટે આ આકર્ષણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ