બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Mandatory kindergarten in Gujarat schools, how beneficial for children

મહામંથન / ગુજરાતની સ્કૂલોમાં ફરજિયાત બાલવાટિકા, બાળકો માટે કેટલી ફાયદાકારક, નવી શિક્ષણનીતિથી કેવું થશે ભાવીનું ઘડતર?

Vishal Khamar

Last Updated: 09:55 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે નવી શિક્ષણનીતિની અમલવારી શરૂ કરી છે. ત્યારે આ ઠરાવ અંતર્ગત જૂન 2023 થી સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળઆમાં ફરજિયાત બાલવાટિકા શરૂ કરવી પડશે. બદલાયેલી શિક્ષણ નીતીને હાલ લોકો વખાણ કરી રહ્યા છે.

નવી શિક્ષણનીતિની સરકાર તબક્કાવાર અમલવારી શરૂ કરી રહી છે. જેમાં ગુજરાત સરકારે ઠરાવ પસાર કર્યો. આ ઠરાવ અંતર્ગત જૂન 2023થી સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ફરજિયાત બાલવાટિકા શરૂ કરવાની રહેશે. 2020થી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની જાહેરાત થઈ ત્યારથી આ નીતિ ચર્ચામાં રહી છે. મોટાભાગના જાણકારો સાડા ત્રણ દાયકા બાદ થયેલા નીતિ પરિવર્તનને આવકારી રહ્યા છે.
આજે જે નાના ભૂલકા છે તે જ આવતીકાલે દેશનું ભવિષ્ય નક્કી કરશે. અને શાળાકીય શિક્ષણમાં હવેના સમયમાં પ્લે હાઉસ, કે નર્સરીનું શિક્ષણ એ પહેલા પગથિયા સમાન છે. જો બાળપણ જ શાળાકીય શિક્ષણમાં ખીલી ઉઠશે તો મોટેભાગે ભવિષ્ય ઉજ્જવળ જ રહેવાનું છે. નવી શિક્ષણનીતિમાં પ્રિ પ્રાયમરી, પ્રાયમરી, માધ્યમિક શિક્ષણના માપદંડ પણ બદલાશે. ફેરફાર ઘણાં છે જેની અસર લાંબાગાળે પડવાની છે. અત્યારે તો નવી શિક્ષણનીતિની અમલવારી માટે જે સરકાર કટિબદ્ધ છે તેના માટે શાળા અને શિક્ષકો કેટલા તૈયાર છે. પ્રિ પ્રાયમરીમાં બાલવાટિકાનો સમાવેશ બાળકોને કેટલો ફાયદો કરાવશે. નવી શિક્ષણનીતિ બાળકોના ભવિષ્ય ઘડતરમાં કઈ રીતે ફાયદારૂપ.

  • નવી શિક્ષણનીતિની તબક્કાવાર અમલવારીની શરૂઆત
  • ગુજરાત સરકારે કર્યો ઠરાવ
  • પ્રિ-પ્રાયમરી વર્ગોને સ્કૂલ શિક્ષણમાં સમાવવા ઠરાવ

ગુજરાત સરકારે ઠરાવ કરી. નવી શિક્ષણનીતિની તબક્કાવાર અમલવારીની શરૂઆત કરી છે. ત્યારે પ્રિ-પ્રાયમરી વર્ગોને સ્કૂલ શિક્ષણમાં સમાવવા ઠરાવ કરાયો. 5+3+3+4ની નીતિ અમલી બનાવવાની શરૂઆત કરી છે. પાંચ થી છ વર્ષની વચ્ચેના બાળકોને ફાયદો થઈ શકે છે. 

  • પ્રિ પ્રાયમરી વર્ગોનો શાળાના શિક્ષણમાં સમાવેશ
  • જૂન 2023થી સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં બાલવાટિકાની શરૂઆત
  • ખાનગી શાળામાં નિયત થાય તે વર્ષથી બાલવાટિકા ફરજિયાત

સરકારે શું ઠરાવ કર્યો?
પ્રિ પ્રાયમરી વર્ગોનો શાળાના શિક્ષણમાં સમાવેશ થાય છે. જૂન 2023થી સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં બાલવાટિકાની શરૂઆત કરવામાં આવશે. ખાનગી શાળામાં નિયત થાય તે વર્ષથી બાલવાટિકા ફરજિયાત. પ્રિ પ્રાયમરી માટે અલગથી રેગ્યુલેટરી ઓથોરિટી બનશે. જૂન 2023થી બાલવાટિકાના વર્ગ શરૂ કરવા પડશે. બાલવાટિકાની રચના શાળા પરિસરમાં જ કરવાની રહેશે. 

  • નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ
  • ત્રણથી વધુ વર્ષની વય બાદ આંગણવાડી કે પૂર્વ પ્રાથમિકનો અભ્યાસ
  • પાંચથી છ વર્ષની વયમાં બાલવાટિકાનું એક વર્ષ

બાળપણને ખીલવવા નવી શિક્ષણનીતિમાં શું?
નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ. ત્રણથી વધુ વર્ષની વય બાદ આંગણવાડી કે પૂર્વ પ્રાથમિકનો અભ્યાસ. તેમજ પાંચથી છ વર્ષની વયમાં બાલવાટિકાનું એક વર્ષ. જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 1 અને 2નો સમાવેશ. અને ધોરણ 2 સુધીના કુલ પાંચ વર્ષ પૂર્વ પ્રાથમિકનો અભ્યાસ. હાલ રાજ્યમાં છ વર્ષ પૂર્ણ ન થતા હોય તેવા 3 લાખ જેટલા બાળકો.

  • હવે 10+2ની પેટર્ન બદલાશે
  • 10+2ને બદલે 5+3+3+4ની પેટર્ન અમલમાં આવશે
  • ધોરણ 2 સુધીનું શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત આવશે 

નવી શિક્ષણનીતિમાં નવું શું છે?
હવે 10+2ની પેટર્ન બદલાશે. જેમાં 10+2ને બદલે 5+3+3+4ની પેટર્ન અમલમાં આવશે. ધોરણ 2 સુધીનું શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત આવશે. ધોરણ 3 થી 5 એમ ત્રણ વર્ષનું શિક્ષણ પ્રારંભિક શિક્ષણ ગણાશે. ધોરણ 6 થી 8ના ત્રણ વર્ષ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ગણાશે. ધોરણ 9 થી 12 એમ ત્રણ વર્ષ માધ્યમિક શિક્ષણના ગણાશે. હવે ઉચ્ચતર માધ્યમિક શબ્દ નાબૂદ થશે.

  • ધોરણ 6 થી વોકેશનલ ઈન્ટર્નશીપ શરૂ થશે
  • પાંચમાં ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષા કે પ્રાદેશીક ભાષામાં અપાશે
  • વિદ્યાર્થીઓ ઈચ્છા મુજબના વિષય સાથે અભ્યાસ કરી શકશે 

આ વિશેષતાઓ પણ જાણો
ધોરણ 6 થી વોકેશનલ ઈન્ટર્નશીપ શરૂ થશે. પાંચમાં ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષા કે પ્રાદેશીક ભાષામાં અપાશે. વિદ્યાર્થીઓ ઈચ્છા મુજબના વિષય સાથે અભ્યાસ કરી શકશે. બોર્ડની પરીક્ષાનું ભારણ ઘટાડાશે. પુસ્તક વિદ્યાર્થીઓ માટે બોજારૂપ ન બને તેનું ધ્યાન રખાશે. માનવ સંસાધન મંત્રાલય હવે શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાશે. ઉચ્ચ શિક્ષણમાંથી એમ.ફીલની ડિગ્રી નાબૂદ થશે. બાળકના અભ્યાસની સાથે તેની આવડત ઉપર ધ્યાન આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ