બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man used second world war bomb physical pleasure

હેરાનીભરી ઘટના / 88 વર્ષના દાદાએ હોસ્પિટલમાં ફોડ્યો 'બોંબ', કહ્યું- પેટમાં બોંબ છે, મચી નાસભાગ, ઘુસ્યો કઈ રીતે તે ચોંકાવનારુ

Hiralal

Last Updated: 08:45 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સના ટોલર શહેરમાં એક હેરાનભરી ઘટના બની છે જેમાં 88 વર્ષીય એક વૃદ્ધે હોસ્પિટલમાં જઈને વાત કરી કે તેના પેટમાં બોંબ છે તેની આ વાત સાંભળીને લોકો ભાગ્યા હતા.

  • ફ્રાન્સના ટોલર શહેરની હેરાનીભરી ઘટના
  • 88 વર્ષના વૃદ્ધે બનાવ્યું બોંબનું સેક્સ ટોય 
  • ફસાતા હોસ્પિટલ પહોંચ્યો
  • સાંભળતા લોકોએ કરી ભાગમભાગી 

ફ્રાંસમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 88 વર્ષના એક વ્યક્તિના શરીરમાંથી બીજા વિશ્વયુદ્ધના સમયના બોમ્બનો ટુકડો કાઢવામાં આવ્યો છે. ખુદ વૃદ્ધે કહ્યું છે કે તે આ બોમ્બનો સેક્સ ટોય તરીકે ઉપયોગ કરી રહ્યો હતો. જ્યારે તેમણે હોસ્પિટલમાં આ વાત કહી તો બધા હોસ્પિટલથી ભાગવા લાગ્યા. સાવચેતીના પગલા રૂપે ડોકટરોએ આખી હોસ્પિટલને પણ ખાલી કરાવી હતી. ડોક્ટરોએ સર્જરી કરીને તેના શરીરમાંથી બોમ્બનો આ ભાગ હટાવી દીધો છે અને કહ્યું છે કે આ બોમ્બ ફૂટી શકે તેવી હાલતમાં નથી કારણ કે તે ડિફ્યુઝ કરી દેવાયો હતો. 

 88 વર્ષીય વૃદ્ધે હો્સ્પિટલમાં જઈને કહ્યું મારા પેટમાં છે બોંબ 
આ મામલો ફ્રાન્સના ટોલર શહેરનો છે. 88 વર્ષીય વૃદ્ધ સેન્ટ મ્યુઝ હોસ્પિટલ પહોંચ્યા અને પોતાની સમસ્યા જણાવી. આ સાંભળીને ત્યાં હાજર લોકોનો પવન ફુંકાઈ ગયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલના કર્મચારીઓએ લોકોને બહાર કાઢ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી હતી. થોડા કલાકો માટે ત્યાં આવેલા દર્દીઓને પણ બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા હતા. સર્જરી ચાલી ત્યાં સુધીમાં તો બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

વૃદ્ધ ફિઝિકલ પ્લેઝર માટે અજાણતા વાપરતા હતા બોંબ

વૃદ્ધને ક્યાંથી બીજા વિશ્વયુદ્ધના જમાનોનો એક બોંબ મળ્યો હતો. વૃદ્ધને આ વાતની ખબર નહોતી અને તેમણે સેક્સ ટોય તરીકે તેનો ઉપયોગ શરુ કર્યો તેમાં રામાયણ થઈ અને તેના પ્રાઈવેટ પાર્ટમાં ફસાઈને બોંબ પેટમાં પહોંચ્યો આથી તેને દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલમાં જઈને પેટછૂટી વાત કરી કે તેના પેટમાં બોંબ છે તેથી દુખાવો થાય છે. વૃદ્ધની વાત સાંભળીને લોકોને બોંબનો ડર લાગ્યો અને તેથી તેઓ ભાગી નીકળ્યાં હતા. ડોકટરો સર્જરી કરીને તેના પેટમાંથી 6 સેમી પહોળો અને 20 સેમી લાંબો બોમ્બ બહાર કાઢ્યો હતો તપાસ કરાતા બોંબ પહેલેથી જ ડિફ્યુઝ થઈ હોવાનું જાણવા આવ્યું હતું. એટલે કે, તે ફૂટી શકે તેવી હાલતમાં નહોતો. ફ્રાન્સના લોકોને પણ આ ઘટનાથી ભારે નવાઈ લાગી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ