બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man travels without ticket 37 million kilometers by airline lifetime

OMG! / વગર ટિકિટે 33 વર્ષથી આ શખ્સ કરી રહ્યો છે 'વર્લ્ડટૂર', 37 મિલિયન કિમીની સફર પૂર્ણ, કારણ જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 10:10 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Man Travels Without Ticket: એક 33 વર્ષનો શખ્સ ટિકિટ લીધા વગર 37 મિલિયન કિમી સુધી ટ્રાવેલ કરી ચુક્યો છે. શખ્સે એવું તો શું કર્યું છે. આવો જાણીએ...

  • આ શખ્સે વગર ટિકિટે ફરી દુનિયા 
  • શખ્સે કર્યુ 37 મિલિયન કિમી ટ્રાવેલ 
  • જાણો કઈ રીતે શખ્સે કર્યો મફત ફરવાનો જુગાડ 

એક શખ્સે 33 વર્ષ પહેલા એક નામી એરલાઈન્સ પાસે એક લાઈફટાઈમ પાસ ખરીદ્યો હતો. જે તેને હજુ સુધી ફાયદો કરાવી રહ્યો છે. શખ્સે 37 મિલિયન કિમી સુધીની મુસાફરી કરી લીધી છે. આ શખ્સ અમેરિકાનો રહેવાસી છે અને 69 વર્ષના ટોમ સ્ટકર છે. 

તે ન્યૂજર્સીની એક ઓટો કંપનીમાં કન્સલ્ટન્ટનું કામ કરે છે. તેમણે 1990માં યુનાઈટેડ એરલાઈન્સથી 290,000 ડોલરમાં એક લાઈફટાઈમ પાસ ખરીદ્યો હતો. તે આ પાસને પોતાની અત્યાર સુધીનું સૌથી સારૂ રોકાણ માને છે. 

સૌથી વધારે કિમીની હવાઈ મુસાફરી 
એક રિપોર્ટ અનુસાર તેની સાથે જ આ સાથે જ તે એક એવી વ્યક્તિ બની ગયા જેમણે ઈતિહાસમાં કોઈ પણ વ્યક્તિની તુલનામાં વધારે માઈલ સુધી ઉડાન ભરી છે. જે 23 મિલિયન મીલ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટોમ એક વખત તો પલંગ પર સુયા વગર સતત 12 દિવસ સુધી ટ્રાવેલ કરતો રહ્યો. 

તેમનું કહેવું છે કે તે બસ નેવાર્કથી સૈન ફ્રાન્સિસ્કો અને ત્યાંથી બેંકોક, પછી બેંકોકથી દુબઈ ગયા અને પછી આ બધી જગ્યાઓ પર પરત આવ્યા. તેમની આ યાત્રા દુનિયાની ચાર ટ્રિપ એટલે કે ચાર વર્લ્ડ ટૂરના બરાબર છે. તે આકાશથી ધરતી પર એક જ જગ્યા પર ઉતર્યા હતા અને તે જગ્યા હતા એરપોર્ટ લોન્જ. 

373 ફ્લાઈટ લીધી 
હવે 33 વર્ષ બાદ પણ ટોમ પોતાની સીટ 1B પર બેઠા હતા. તેમનો દાવો છે કે વર્ષ 2019માં તેમણે 373 ફ્લાઈટ લીધી અને કુલ 1.46 મિલિયન માઈલની મુસાફરી કરી. આ ટ્રાવેલિંગની રીતે જોતા તેમની પસંદગીની ફ્લાઈટ હતી. જો તેમણે ટિકિટ ખરીદી હોત તો તેમને 2.44 મિલિયન ડોલર કેશમાં આપતા પડ્યા હોત. 

ચંદ્રની 6 યાત્રા બરાબર કર્યું ટ્રાવેલ 
એક રિપોર્ટ અનુસાર જ્યારે શખ્સની યાત્રીની દૂરીની ગણતરી કરવામાં આવી તો જાણવા મળ્યું કે એક જ વર્ષમાં તેમણે ચંદ્રમાની છથી વધારે યાત્રાઓના બરાબર ટ્રાવેલ કરી લીધુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ