બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / man receives rs 150 for youtube videos like and loses 40 lakh

ટેક ન્યુઝ / એક ભૂલ પડી ભારે! પહેલાં 1900... બાદમાં 2050, આમ એક બાદ એક રિટર્ન રૂપિયાની લાલચે શખ્સે ગુમાવ્યા 40 લાખ

Bijal Vyas

Last Updated: 05:38 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Youtube Like અને Work From Homeની લાલચ આપીને અનેક લોકો સાથે મોટા સ્કેમ થયા છે.

  • પીડિતાએ જણાવ્યું કે, તેને અગાઉ 150 રૂપિયાનું પેમેન્ટ મળ્યું 
  • આ કૌભાંડમાં શરૂઆતમાં પીડિતનો વિશ્વાસ જીતવા માટે તેને પહેલા કેટલાક રૂપિયા મોકલવામાં આવ્યા

Tech News: Youtube Like અને Work From Homeની લાલચ આપીને અનેક લોકો સાથે મોટા સ્કેમ થયા છે. ખરેખર, એક લેટેસ્ટ સ્કેમનો મામલો સામે આવ્યો છે. જેમાં પીડિતને શરૂઆતમાં 150 રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું અને અંતે તેની સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિત 3D ડિઝાઇનર છે.

હકીકતમાં, આ સ્કેમની શરુઆત એક વોટ્સએપ મેસેજથી થાય છે, જ્યાં પીડિતને એક મેસેજ મળ્યો હતો. આમાં તેને કેટલાક વીડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું કામ જણાવવામાં આવ્યું હતું. આમાં તે એક કલાકમાં ત્રણ વખત સબસ્ક્રાઈબ કરતો હતો, જેના બદલામાં તેણે 50 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો.

વર્ક ફ્રોમ હોમ'ની લોભામણી ઓફરમાં ફસાંતા નહીં, પળવારમાં બેન્ક એકાઉન્ટ સાફ થઈ  જશે, સાયબર ક્રાઈમે કરી અપીલ | Don't fall for greedy offer of 'work from home',  bank account ...

શરૂઆતમાં 150 રૂપિયા મળ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાએ જણાવ્યું કે, તેને અગાઉ 150 રૂપિયાનું પેમેન્ટ મળ્યું હતું. આ પછી તેને એક ટેલિગ્રામ ગ્રુપમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું, જેમાં 166 લોકો પહેલાથી જ હાજર હતા. આ કમાણીથી તે ઘણો ખુશ હતો.

આ રીતે જીતે છે વિશ્વાસ
આ કૌભાંડમાં શરૂઆતમાં પીડિતનો વિશ્વાસ જીતવા માટે તેને પહેલા કેટલાક રૂપિયા મોકલવામાં આવ્યા હતા, જેમાં 1900 રૂપિયા અને પછી 2050 રૂપિયા સામેલ હતા.

ઘણી મહિલાઓના આવ્યા ફોન 
પીડિતાએ જણાવ્યું કે તેને કેટલીક મહિલાઓના ફોન આવ્યા હતા, જેમાં તેઓએ પોતાના નામ જ્હાન્વી સિંહ, મોના, રોઝાના અને લકી જણાવ્યું હતું. તેણે પીડિતાને પોતાની વેબસાઈટ બનાવવાનું કહ્યું અને વધુ કમાણી કરવાની લાલચ આપી. આ લોભમાં આવીને તેણે આ કામ કર્યું.

Work From Homeમાં તમારું લેપટોપ વધારે ડેટા તો નથી લઈ રહ્યું ને! આ રીતે કરો  ચેક | work from home tips how to check data consuption in windows computer

પીડિતાનો વિશ્વાસ જીત્યો
પીડિતને આ કામમાં આત્મવિશ્વાસ આવ્યો અને તેને લાગવા લાગ્યું કે આ કામમાં ઘણી કમાણી છે. આ પછી તે અન્ય ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ ગયો. આ કામ માટે તેણે 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

રકમ ઉપાડી નથી
આ પછી, જ્યારે પીડિતાએ તેની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્કેમર્સએ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું. આ પછી સ્કેમર્સ તેને ટેક્સના નામે બ્લેકમેલ પણ કરતા હતા. આ પછી તેને ખ્યાલ આવ્યો કે તે કૌભાંડનો શિકાર બની ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ