બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Man associated with Al-Qaeda wanted accused arrested from Surat

કાર્યવાહી / સુરતમાંથી ઝડપાયો અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલ શખ્સ, છેલ્લાં આઠ વર્ષથી નામ બદલીને અમદાવાદમાં રહેતો

Malay

Last Updated: 02:10 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાંથી અલકાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહેલા શખ્સની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળ્યું

  • અલકાયદાના વોન્ટેડ આરોપીનો મુદ્દો 
  • વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહેલા શખ્સની ધરપકડ
  • આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ મળ્યું 
  • આરોપીએ નકલી આધારકાર્ડ બનાવ્યાની વિગત 

Surat News: સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઈસમની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું છે. તો ઝડપાયેલો બાંગ્લાદેશી ઈસમ અલ કાયદાના વોન્ટેડ આરોપીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. 

ક્રાઈમ બ્રાન્ચને મળી હતી યોગ્ય બાતમી
મળતી માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચને નકલી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ઈસમ વેસુ કેનાલ રોડ પાસે રહેતો હોવાની યોગ્ય બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વેસુ કેનાલ રોડ પાસેથી બાંગ્લાદેશના વતની અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી લીધો હતો.

નકલી આધારકાર્ડ અને 2 મોબાઈલ પણ કબ્જે
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા અબુ પાસેથી અંગ્રેજી અને બાંગ્લાદેશી ભાષામાં જન્મ પ્રમાણપત્રની નકલ પણ મળી આવી હતી, તો આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ અને બાંગ્લાદેશનું ID પણ મળી આવ્યું હતું. આરોપી પાસેથી 2 મોબાઈલ પણ મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી ઈસમ વર્ષ 2015થી અમદાવાદમાં નામ બદલીને રહેતો હોવાનો ખુલાસો થયો છે. તો અબુ બકરે બોગસ પુરાવાના આધારે નકલી આધારકાર્ડ બનાવ્યાની માહિતી પણ મળી છે. તેમજ આ આધારકાર્ડથી સીમકાર્ડ ખરીદ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાન વોન્ટેડ આરોપી મૂળ બાંગ્લાદેશના હુમાયુ ખાનના સંપર્કમાં હોવાની વિગત સામે આવી છે. 

ક્રાઈમ બ્રાન્ચે તપાસ એજન્સીને કરી જાણ
આ મામલાની ગંભીરતાને જોતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અબુ બકર સામે બોગસ દસ્તાવેજ, પાસપોર્ટ એક્ટ, એન્ટ્રી ઇન ટૂ ઇન્ડિયા રૂલ્સ કલમ હેઠળ ગુના નોંધાયા છે.  હાલ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ એજન્સીને પણ જાણ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ