બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / major ashish dhonchak was awarded sena gallantary award on 15th august killed terrorist

વંદે માતરમ્ / 15 ઓગસ્ટે જ મળ્યો હતો ઍવોર્ડ, એક દીકરી અને પત્ની ઘરે જોતી હતી રાહ: ભારત માટે શહીદ થયેલા આશિષ ઢોંચકની વીરગાથા

Arohi

Last Updated: 09:50 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Major Ashish Dhonchak: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકિઓ સાથે અથડામણમાં સેનાના બે અને પોલીસના એક અધિકારી શહીદ થયા છે.

  • ભારત માટે શહીદ થયા આશિષ ઢોંચક
  • 15 ઓગસ્ટે જ મળ્યો હતો ઍવોર્ડ
  • એક દીકરી અને પત્ની ઘરે જોતી હતી રાહ

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવાર, 13 સપ્ટેમ્બરે એક સર્ચ ઓપરેશન વખતે આતંકિઓએ સુરક્ષાબળ પર હુમલો કર્યો. આ હુમલામાં ભારતીય સેનાના બે અધિકારી અને એક DSP શહીદ થઈ ગયા છે. તેના નામ છે જમ્મુ-કાશ્મીર પોલીસના DSP હુમાયૂં ભટ્ટ, મેજર આશીષ ઢોંચક અને 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ. મેજર આશીષ ઢોંચકને આ વર્ષે 15 ઓગસ્ટે તેમની બહાદુરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

કોણ છે આશીષ ઢોંચક? 
મેજર આશીષ ઢોંચક પણ 19 રાષ્ટ્રીય રાઈફલ્સના સિખ લાઈટ ઈન્ફેંટ્રીમાં તૈનાત હતા. 15 ઓગસ્ટ, 2023એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને મેડલ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર મેજર આશીષ હરિયાણાના પાનીપતના નિવાસી હતા. તે પાનીપત જિલ્લાના બિંઝોલ ગામમાં રહેવા આવ્યા હતા. આશીષના પિતા એનએફએલથી રિટાયર્ડ છે. રિપોર્ટ અનુસાર આશીષના લગ્ન થઈ ચુક્યા હતા અને તેમની એક દિકરી છે. આશીષની બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થઈ હતી.

અનંતનાગમાં શું થયું? 
રિપોર્ટ અનુસાર અનંતનાગના ગડૂલ વિસ્તારમાં 12 સપ્ટેમ્બરે સાંજે સેનાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું. 13 સપ્ટેમ્બરે સવારે આતંકીઓ વિશે ઈનપુટ મળવા પર ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યું. કર્નલ મનપ્રીત સિંહ ઓપરેશનને લીડ કરી રહ્યા હતા. ત્યારે જ આતંકીઓએ તેમના પર ફાયર કરી દીધી જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. 

જાણકારી અનુસાર સુરક્ષાબળોને 13 સપ્ટેમ્બરની સવારે વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓના હોવાની સુચના મળી હતી. જેના બાદ સેના અને જમ્મુ-કાશ્મીરની પોલીસ ટીમોએ ફરી ઓપરેશન શરૂ કર્યું હતું. ઈન્ડિયા ટુડેના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સેનાથી ભગતા 2-3 આતંકી ઉંચાઈ વાળી જગ્યા પર પહોંચી ગયા હતા. તેનો ફાયદો ઉઠાવીને તેમના સૈનિકો પર ગોળીબાર કરવામાં આવ્યો જેમાં આ 3 મોટા અધિકારીઓના મોત થઈ ગયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ