બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Mahisagar 2 students from primary section drowned in canal

રાજ્ય / વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં વધુ એક દુખદ બનાવ! મહિસાગરમાં 2 વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યાં

Vaidehi

Last Updated: 08:04 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં હરણી લેક તળાવની મોટી દુર્ઘટના બાદ રાજ્યમાં વધુ એક દુખદ ઘટના સામે આવી છે. આજે મહીસાગરમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા છે.

  • મહીસાગર સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા
  • વડાગામ પ્રાથમિક શાળામાં ભણતા હતાં વિધાર્થીઓ
  • શાળા અભ્યાસ કરી ઘરે જતા બની આ ઘટના

વડોદરા હરણી લેક દુર્ઘટનામાં આશરે 14 લોકો મૃત્યુ પામ્યાં છે. નિર્દોષ બાળકો સહિત શાળાનાં શિક્ષકો પણ બોટ પલટી ખાતા મૃત્યુ પામ્યાં છે. 14ની કેપેસિટીવાળી બોટમાં જ્યારે 31 જેટલા લોકોને લાઈફ જેકેટ વગર બેસાડવામાં આવ્યાં હતાં. બોટ પલટી ખાતા 12 બાળકો મૃત્યુ પામી ગયાં. આ દુખદ ઘટનામાંથી ઊભરીએ ત્યાં તો રાજ્યમાં વધુ એક દુર્ઘટનાનાં સમાચાર સામે આવ્યાં છે. મહીસાગરમાં ખાનપુરના વડાગામ પાસેની એક ઘટના બની છે.

મહીસાગરમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યાં
મહીસાગરમાં આવેલ સુજલામ સુફલામ કેનાલમાં 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા છે. માહિતી અનુસાર વિદ્યાર્થીઓ મકનના મુવાડા ગામના હોવાનું અનુમાન છે. આ વિદ્યાર્થીઓ વડગામ પ્રાથમિક શાળામાં ભણી રહ્યાં હતાં. શાળામાં અભ્યાસ કરીને ઘરે જતાં આ ઘટના બની હતી. કેનાલમાં ડૂબી જનાર બંને બાળકોને બહાર કાઢવા સ્થાનિક તરવૈયા બોલાવાયા અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી.

વધુ વાંચો: વડોદરા બોટ દુર્ઘટના: પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુખ, મૃતકો માટે સહાયની કરી જાહેરાત, CM વડોદરા જવા રવાના

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ