બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / maheshbabu says bollywood can not afford me

નિવેદન / બોલિવુડ મને અફોર્ડ નહીં કરી શકે, સાઉથના સુપર સ્ટારનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને મોટું નિવેદન

Khevna

Last Updated: 10:56 AM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર મહેશબાબૂએ મેજરનાં ટ્રેલર લોન્ચ દરમિયાન બોલિવુડ પર કહ્યું કે બોલિવુડ મને અફોર્ડ કરી શકે એમ નથી, એટલા માટે હું મારો સમય વેડફવા માંગતો નથી.

  • બોલિવુડ મને અફોર્ડ ન કરી શકે - મહેશબાબૂ 
  • હું ખુશ છું કે તેલુગૂ ફિલ્મો દેશભરમાં સફળતા મેળવી રહી છે - મહેશબાબૂ 
  • 2008નાં મુંબઈ આંતકવાદી હુમલા પર આધારિત હશે મહેશબાબૂ દ્વારા નિર્મિત ફિલ્મ 'મેજર' 

 

મને લાગે છે કે બોલિવુડ મને અફોર્ડ ન કરી શકે, એટલા માટે હું મારો સમય વેડફવા માંગતો નથી. આ વાત દક્ષિણ ભારતનાં સુપરસ્ટાર મહેશબાબૂએ સોમવારે પોતાના પ્રોડક્શન વેન્ચર 'મેજર'નાં ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં કહી છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે આખા દેશમાં તેલુગૂ ફિલ્મોનાં બ્લોકબસ્ટર પ્રદર્શન સાથે જ ભારતીય સિનેમાનો અર્થ જ બદલાઈ ગયો છે. 

નથી બનવા માંગતો હું પેન ઇન્ડિયા સ્ટાર 
'મેજર'ના ટ્રેલર લોન્ચ દરમિયાન મહેશબાબૂ કહે છે કે મારો ઉદ્દેશ્ય ખુદને પેન ઇન્ડિયા સ્ટાર તરીકે પેશ કરવાનો નથી, પરંતુ સાઉથની ફિલ્મોને દેશભરમાં સફળ બનાવવાનો છે. હું હંમેશાથી જ તેલુગૂ ફિલ્મો કરવા માંગતો હતો અને ઈચ્છતો હતો કે ભારતભરનાં લોકો આ ફિલ્મો જુએ અને હવે આમ બની રહ્યું છે તો હું ખૂબ જ ખુશ છું. મારું હંમેશાથી એમ માનવું છે કે મારી તાકાત તેલુગૂ ફિલ્મો છે. તેણે બધી સીમાઓને પાર કરીને બોલિવુડ, ટોલિવુડને ભારતીય સિનેમા બનાવ્યા છે. 

શું તમે બોલિવુડમાં કામ કરશો?
મહેશબાબૂ આગળ કહે છે કે મને હિંદીમાં ઘણા પ્રસ્તાવો મળ્યા, પરંતુ મને લાગે છે કે બોલિવુડ મને અફોર્ડ કરી શકે તેમ નથી. એટલા માટે હું મારો સમય વેડફવા માંગતો નથી. તેલુગૂ સિનેમાએ મને જે પ્રેમ અને સ્ટારડમ આપ્યું છે, મેં ક્યારેય આ કલ્પના પણ કરી ન હતી. મેં હંમેશા વિચાર્યું હતું કે હું ફિલ્મો બનાવીશ અને તે મોટા પાયે પસંદ કરવામાં આવશે અને મારો વિશ્વાસ હવે એક વાસ્તવિકતામાં બદલાઈ રહ્યો છે. હું આનાથી વધારે ખુશ ન થઇ શકું. 

ફિલ્મ મેજર 
ફિલ્મ મેજર, 2008માં મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન, શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનાં જીવન પર આધારિત છે. આદીવી શેષ અભિનીત આ ફિલ્મનું નિર્દેશન શશિ કિરણ ટીક્કાએ કર્યું છે. ફિલ્મના રાઈટર પણ આદીવી શેષ જ છે. ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયાએ મહેશબાબૂ નાં જીએમબી એન્ટરટેન્મેન્ટ અને એ+એસ મૂવીઝનાં સહયોગથી કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 જૂનનાં રોજ રિલીઝ થશે.  જણાવી દઈએ કે મહેશબાબૂં એસએસ રાજામૌલીની સાથે ફિલ્મ પર ચર્ચા વિચારણા પણ કરી રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ