બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 02:41 PM, 2 July 2023
ADVERTISEMENT
રવિવારેની બપોરે અચાનક જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવે તેવી ઘટના જોવા મળી છે. NCP ના નેતા અજીત પવાર પોતાના ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે, સાથે જ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા છે.એનસીપી નેતા અજિત પવારે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. તેમના સિવાય છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વાલસે પાટીલ મંત્રી પદના પણ શપથ લઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત તમામ મંત્રીઓ પણ રાજભવનમાં હાજર છે.
NCP’s Ajit Pawar takes oath and joins NDA government in Maharashtra. pic.twitter.com/zI64d8QOUS
— ANI (@ANI) July 2, 2023
ADVERTISEMENT
#MaharashtraPolitics | NCP leader Ajit Pawar takes oath as Maharashtra Minister in the presence of CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis pic.twitter.com/F58i9WvtJ0
— ANI (@ANI) July 2, 2023
#MaharashtraPolitics | An oath ceremony is to be held shortly at Raj Bhavan, Mumbai as several NCP leaders including Ajit Pawar are set to extend support to the ruling Maharashtra govt. pic.twitter.com/XPBLu0QXI8
— ANI (@ANI) July 2, 2023
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શિંદે સરકારમાં તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે. તેમાંથી 9 ધારાસભ્યોને પણ શપથ લેવડાવવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની ઓફર કરનાર અજિત પવારે આજે (રવિવારે) તેમના નિવાસસ્થાને સમર્થક ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ 17 ધારાસભ્યો સાથે રાજભવન જવા રવાના થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે,. અજિત પવાર ભાજપને સમર્થન આપી શકે છે અને છગન ભુજબળની સાથે આજે જ મંત્રી પદના શપથ લઈ શકે છે.
#MaharashtraPolitics | An oath ceremony is to be held shortly at Raj Bhavan, Mumbai as several NCP leaders including Ajit Pawar are set to extend support to the ruling Maharashtra govt. pic.twitter.com/XPBLu0QXI8
— ANI (@ANI) July 2, 2023
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચ્યા છે અને તેમની સાથે ભાજપના કેટલાક મંત્રીઓ પણ સામેલ છે. અજિતને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમના વડા તરીકે સેવા આપવાની તક ન મળતાં તેઓ નારાજ હોવાનું કહેવાય છે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલે પણ હાજર રહ્યા હતા. જોકે સુલે મીટિંગ છોડી દીધી હતી. રવિવારે સવારે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પુણેમાં હાજર શરદ પવાર સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજકીય ઘટનાક્રમ પર નજર રાખીને શરદ પવારે પુણેમાં જ રહેવાનો નિર્ણય લીધો છે અને તેમના તમામ નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા છે.
શરદ પવારે કહ્યું, અજિતને બેઠક બોલાવવાનો અધિકાર
અજિત પવારના નિવાસસ્થાને મળેલી બેઠક અંગે શરદ પવારે કહ્યું, 'મને બરાબર ખબર નથી, પરંતુ વિપક્ષના નેતા તરીકે તેમને ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર છે... તે નિયમિતપણે કરે છે. આ અંગે મને ખાતરી નથી. આ બેઠક વિશે વધુ માહિતી નથી પરંતુ મને જે ખબર છે તે સાંજ સુધી નેતાઓ તેમને મળવા આવતા રહેશે. ગયા અઠવાડિયે જ મારો અહમદનગરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો અને સુપ્રિયા પહેલેથી જ મુંબઈથી પુણે જઈ રહી છે.
અજીત પવારે રાજીનામું આપવાની કરી હતી ઓફર
આ અઠવાડિયાની શરૂઆતમાં NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીએ તેમના રાજીનામા અંગે ચર્ચા કરી હતી અને પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, બે મહિનામાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ 25 જૂને તેમના કાકા અને એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે, પાર્ટી અજિત પવારની માંગ પર નિર્ણય લેશે. પવારે ભાજપમાં જોડાવાના સમાચારને નકારી કાઢ્યા છે.
પોતાને સીએમ પદના દાવેદાર ગણાવ્યા
અગાઉ એપ્રિલ 2023માં અજિત પવારે સ્પષ્ટપણે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બનવા માંગે છે અને શા માટે 2024માં તેઓ હજુ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. તેની સાથે તેમણે એ વાત પર પણ સવાલ ઉઠાવ્યા હતા કે 2004માં જ્યારે એનસીપીએ કોંગ્રેસ કરતા વધુ સીટો જીતી હતી ત્યારે પાર્ટીએ તેમને સીએમ પદ આપવાની તક ગુમાવી દીધી હતી. જો કે, સીએમ પદને લઈને તેમનો દાવો હજુ પણ યથાવત છે.
ટાઈમલાઇન:
( મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલની પળેપળની અપડેટ અહીં પ્રાપ્ત થશે )
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.