Maharashtra Political Crisis: Uddhav Thackeray Eknath Shinde, Three MLA from Shiv Sena and five independent will reach Gujarat Surat tonight: Sources
ચક્રવ્યૂહ /
CM ઉદ્ધવ સાથે કોઈ રહેશે કે નહીં હવે એ મોટો સવાલ, શિવસેનાના 3 સહિત વધુ 8 MLA રાત્રે સુરત પહોંચશે: સૂત્ર
Team VTV12:33 AM, 24 Jun 22
| Updated: 12:35 AM, 24 Jun 22
શિવસેનાના વધુ 3 ધારાસભ્યો સાથે 5 અપક્ષ MLA આજે સુરત આવશે: સૂત્ર
ઉદ્ધવની શિવસેના સંકટમાં
એકનાથ શિંદે પડખે મોટા ભાગના ધારાસભ્યો
શિવસેનાના વધુ 3 ધારાસભ્યો સુરત પહોંચશે: સૂત્ર
5 અપક્ષ MLA આજે સુરત આવશે: સૂત્ર
એક તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે એક બાદ એક શિવસેના અને સીએમ ઉદ્ધવ ઠાકરેને આંચકા લાગી રહ્યા છે. ત્યારે હવે સૌથી મોટો ઝટકો શિવસેના લાગવા જઈ રહ્યો છે. વધ્યા ઘટયા ધારાસભ્યો પણ એકનાથ શિંદેના સમર્થન કરી રહ્યા હોય તેવુ જણાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિવસેનાના વધુ 3 ધારાસભ્યો સાથે 5 અપક્ષ MLA આજે રાત્રે સુરત આવશે જ્યાંથી ચાર્ટર પ્લેન દ્વારા તેઓ ગુવાહાટી જવા રવાના થશે.
Three MLAs from Shiv Sena and five independent will reach Gujarat's Surat tonight: Sources
VTV પર આ પહેલા ગુવાહાટી ગયેલા ધારાસભ્યો-MLCના લિસ્ટની યાદી
શિવસેનાના 1 MLC અને 5 ધારાસભ્યો સુરતથી ચાર્ટર પ્લેન દ્વારા ગુવાહાટી જવા રવાના થયા છે. દૂતના રૂપે સુરત આવેલા સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટકે પણ શિવસેના છોડી હોય તેવો અંદેશો મળી રહ્યો છે. ચાર્ટરમાં 6 લોકોનું લિસ્ટ સામે આવ્યું છે જેમાં સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટક પણ ગુવાહાટી જવા રવાના થયા છે જે સ્પષ્ટ સૂચવે છે કે શિવસેનાએ મોકલેલા દૂત પણ હવે એકનાથ શિંદેની પડખે થઈ ગયા છે.હોટેલ લા મેરેડિયનમાંથી 6 સભ્યોને મેરિયેટ હોટેલમાં શિફ્ટ કરાયા હતા. જે બાદ ગુરુવારની મોડી સાંજે તેમણે ચાર્ટર પ્લેન દ્વારા ગુવાહાટી શિંદે પાસે મોકલી દેવામાં આવ્યા છે.
VTV પર ધારાસભ્યો-MLCના લિસ્ટની યાદી
રવિન્દ્ર ફાટક
સંજય રાઠોડ
દાદાજી ભાવશે
વિનોદ વાઘ
સુનિલ ડેઓરે
સચિન જાધવ
સોનિયા વર્મા
શિંદેના ચક્રવ્યૂહમાં ઉદ્ધવ ફસાયા
આપને જણાવી દઈએ કે જયારે એકનાથ શિંદે બળવો કરી સુરતની હોટલ ધારાસભ્યો સાથે રાતોરાત આવી ગયા હતા. ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટકને એકનાથ શિંદેને મનાવવા મોકલ્યા હતા. જ્યાં મેરિડિયન હોટલમાં તેમની 1 કલાક કરતાં વધુ બેઠક ચાલી રહી હતી. પણ મનાવવા આવેલા દૂતોને શિંદેએ તેમની પડખે કરી લીધા હતા. તે સમયે તો શિંદેની શરતો લઈ સંજય રાઠોડ અને રવિન્દ્ર ફાટક પરત ફર્યા હતા. પણ બાદમાં મોટી સંખ્યામાં બળવો જોતાં તેમણે પણ પડખું ફેરવી લીધું છે. ગુરુવારે સાંજે ગુવાહાટી માટે ઉડાન ભરેલા ચાર્ટર પ્લેનમાં તેઓ પણ ગયા છે. જે સીધો સંકેત આપે છે કે શિવસેના પર ચારેયકોરથી માઠી બેઠી છે. ફરી શિવસેનાના વધુ 3 ધારાસભ્યો તેમણે ટાટા બાય બાય કહી શિંદેને ટેકો જાહેર કરી શકે છે.
બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને લખ્યો પત્ર
મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ મચેલી છે એવામાં બળવાખોર ધારાસભ્યોનું ગ્રૂપ ગુવાહાટીમાં એક હોટલમાં રોકાયેલું છે જ્યાં તેમણે એકનાથ શિંદેને પોતાનાં નેતા તરીકે પસંદ કરી લીધા છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની નિમણૂક અંગે ફરી રજૂઆત કરી હતી. જો કે શિવસેના અને સરકાર માટે ચિંતાની બાબત એ છે કે 37 ધારાસભ્યોએ આ પત્રમાં સહી કરી દીધી છે.
12 ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ
ઉલ્લેખનીય છે કે મંગળવારે એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા હતા. શિંદેના સ્થાને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. આ પછી બુધવારે શિવસેના તરફથી વ્હીપ જારી કરીને ધારાસભ્યોને ધારાસભ્ય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા ન હતા.મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નવનિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાનસભ્યોની બેઠકમાં હાજરી નહીં આપનારા 12 ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શિવસેના સાંસદ અરવિંદ સાવંતે શું કહ્યું?
આ અંગે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે અમે ડેપ્યુટી સ્પીકર સમક્ષ પિટિશન દાખલ કરી છે અને માંગણી કરી છે કે 12 ધારાસભ્યોની સભ્યતા રદ કરવામાં આવે કારણ કે તેઓ ગઈકાલની બેઠકમાં હાજર ન હતા. એ લોકોએ ખોટું કર્યું છે તેથી આ સ્થિતિ આવી છે. તેમની સદસ્યતા રદ થશે. તેમણે પોતે જ પોતાનાં પગ પર કુહાડી મારી દીધી છે. અમે નોટિસ આપી હતી અને કહ્યું હતું કે અમે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે કાયદેસર રીતે યોગ્ય નથી તે કેવી રીતે થઈ શકે? હા, કેટલાક લોકો ચોક્કસપણે પાછા આવવા માંગે છે, તેમને એક તક આપવામાં આવી છે.
એકનાથ શિંદેનો પલટવાર
આ અંગે એકનાથ શિંદેનું નિવેદન પણ સામે આવ્યું છે. શિંદેએ કહ્યું કે તમે 12 ધારાસભ્યો સામે કાર્યવાહીની અરજી કરીને અમને ડરાવી નહીં શકો.કારણ કે આપણે આદરણીય શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અસલી શિવસેનાનાં શિવસૈનિક છીએ. તમે કોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? અમે કાયદો પણ જાણીએ છીએ. બંધારણના 10મા શિડ્યુલ મુજબ, વ્હીપ મિટિંગો માટે નહીં પરંતુ વિધાનસભ્યનાં કાયદાકીય કામકાજ માટે છે. આ અંગે સુપ્રીમ કોર્ટના પણ ઘણા નિર્ણયો આવેલા છે.