બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Mahamandleswar Ashutoshgiri statement on the viral video of the Sant Committee meeting

નિવેદન / 'સંત સમિતિમાં ભાગલા છે એવી વાતો ન કરો', જુદા-જુદા પ્રવચન અંગેના વાયરલ વીડિયો મુદ્દે જૂનાગઢ સંત સમિતિના મહામંડલેશ્વર આશુતોષગીરીની સ્પષ્ટતા

Dinesh

Last Updated: 05:48 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંત સમિતિની બેઠકના વાયરલ વીડિયા મુદ્દે મહામંડલેશ્વર આશુતોષગીરીએ જણાવ્યું કે, વાયરલ વીડિયોમાં કેટલાક અંશ કાપીને એડિટ કરવામાં આવ્યા છે

  • સંત સમિતિની બેઠકનો વાયરલ વીડિયોનો મુદ્દો 
  • વાયરલ વીડિયોમાં કેટલાક અંશ કાપીને એડિટ કરાયા: આશુતોષગીરી
  • પ્રવચનના આગળ અને પાછળના અંશ એડિટ કરાયા:આશુતોષગીરી

જૂનાગઢની સંત સમિતિની બેઠકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો મુદ્દે સંત સમિતિના પ્રવક્તા મહામંડલેશ્વર આશુતોષગીરીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વાયરલ વીડિયોમાં કેટલાક અંશ કાપીને એડિટ કરવામાં આવ્યા છે. પ્રવચનના આગળ અને પાછળના અંશ એડિટ કરાયા છે.

જાહેરમાં ચર્ચા કરવા પડકાર
અત્રે જણાવીએ કે, વીડિયો વાયરલ કરનારને જાહેરમાં ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. આશુતોષગીરીએ જણાવ્યું કે, સંત સમિતિના તમામ સંતો એકમત છે, કોઈ પણ મતભેદ નથી તેમજ અમારા સંતો જાહેરમાં બોલે છે, બંધ બારણે કોઈ બેઠક નથી થતી. વધુમાં કહ્યું કે, અમે કોર્ટમાં જવા માટે પણ તૈયાર છીએ. સંત સંમેલનનો વીડિયો સ્વામિનારાયણ સંપ્રદાયના ઉલ્લેખ સાથે વાયરલ કરાયો હતો.

'સંત સમિતિમાં કોઈ પણ પ્રકારનો મત ભેદ નથી'
આશુતોષગીરીએ કહ્યું કે, સંત સમિતિમાં કોઈ પણ પ્રકારનો મત ભેદ નથી, અગ્રણી સંતો સાથે મારી પોતાની વાતચીત થઈ છે. જે સંતો બોલ્યા છે તેમનો અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે, અમારા સંતો જાહેર મંચ ઉપર બોલે છે તેમજ જાહેર મંચ ઉપર બેસે છે. અમે બંધ બારણે કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા નથી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ