બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / M S Dhoni village video viral where he looks injured

સ્પોર્ટસ્ / લાખો ક્રિકેટ ચાહકોને પડશે ફટકો! MS ધોનીનો દર્દનાક વીડિયો વાયરલ, આવું રહ્યું તો IPL રમવું મુશ્કેલ

Vaidehi

Last Updated: 07:29 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પોતાના ગામ ગયાં હતાં જ્યાંની તેમની એક વીડિયો સામે આવી રહી છે. વીડિયો જોઈને ફેન્સ ચિંતામાં આવી ગયાં છે.

  • મહેન્દ્ર સિંહ ધોનીનો વધુ એક વીડિયો વાયરલ
  • પોતાના ગામમાં કરી રહ્યાં હતાં મજા
  • વીડિયો જોઈને ફેન્સની ચિંતામાં વધારો થઈ ગયો

એમ.એસ ધોની હાલમાં ઉત્તરાખંડમાં પોતાના પૈતૃક ગામમાં ગયાં હતાં. આ દરમિયાન તેમની પત્ની સાક્ષી અને દીકરી જીવા પણ સાથે ગયાં હતાં. ધોનીની પોતાના ગામમાં સેર-સપાટા કરતી વીડિયો સામે આવી છે. આ વીડિયોને જોઈને ધોનીનાં ફેંસ ખુશ થઈ રહ્યાં હતાં. પણ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ફેંસની ચિંતા ધોની માટે વધી ગઈ છે. આ વીડિયો પણ ધોનાનાં ગામનો જ છે જ્યાં તેઓ પોતાની પત્નીની સાથે છે અને ગામનાં અન્ય લોકો પણ સાથે છે. ધોનીનો આ વીડિયો સામે આવ્યાં બાદ ફેંસને તેમના IPL-2024માં રમવાને લઈને ચિંતા થવા લાગી છે.

ધોનીને પગમાં તકલીફ
ધોનીનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ એક જૂના મકાનની છત પરથી ઊતરી રહ્યાં છે. ઊતરતાં સમયે તેઓ લંગડાઈ રહ્યાં છે. તેમનો એક પગ હવામાં છે. આ વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ધોનીને પગમાં તકલીફ છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPL-2023ની વિજેતા બની હતી પણ એ સમયે પણ તેમને ઘુંટણમાં તકલીફ હતી. IPL બાદ ધોનીએ મુંબઈમાં પોતાના ઘુંટણનું ઑપરેશન કરાવ્યું હતું. તેથી આ વીડિયોએ ફેન્સની ચિંતામાં વધારો કર્યો છે.

ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ
ધોનીએ 2020માં ઈંટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. આ બાદથી તેઓ માત્ર IPLમાં રમે છે. કેપ્ટન ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીએ અત્યારસુધી IPLથી સંન્યાસ નથી લીધો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ