બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Lucknow captain KL Rahul injured in ongoing match, stand-in captain Krunal Pandya gives health update

IPL 2023 / ચાલુ મેચે ઇજાગ્રસ્ત થયો લખનૌનો કેપ્ટન KL Rahul, સ્ટેન્ડ ઇન કેપ્ટન કૃણાલ પંડ્યાએ આપી હેલ્થ અપડેટ

Megha

Last Updated: 12:04 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલ માટે ગઇકાલનો દિવસ મેદાન પર સારો ન હતો. પહેલા સ્લો પીચ પર ટોસ હાર્યા બાદ તેને ફિલ્ડિંગ કરવી પડી હતી અને આ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો

  • કેએલ રાહુલ માટે ગઇકાલનો દિવસ મેદાન પર સારો ન હતો
  • કેએલ રાહુલને કઈ ઈજા થઈ છે?
  • કેટલી ગંભીર છે કેએલ રાહુલની ઈજા? 

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ માટે ગઇકાલનો દિવસ મેદાન પર સારો ન હતો. પહેલા સ્લો પીચ પર ટોસ હાર્યા બાદ તેને ફિલ્ડિંગ કરવી પડી હતી અને આ દરમિયાન તે ઘાયલ થયો હતો. એ બાદ મેદાનની બહાર જવું પડ્યું હતું. જો કે છેલ્લે બેટિંગ કરવા માટે આવ્યો પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને ટીમ મેચ હારી ગઈ હતી. આ સાથે જ જણાવી દઈએ કે નવીન-ઉલ-હક, વિરાટ કોહલી અને એલએસજીના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે અથડામણ થતાં મેચમાં બોલાચાલી થઈ હતી.આ રીતે આખી મેચ KL માટે ખરાબ રહી હતી. પણ શું તમે જાણો છો કે કેએલ રાહુલને કઈ ઈજા થઈ છે અને તેમાંથી સાજા થવામાં કેટલો સમય લાગશે?

કેએલ રાહુલને કઈ ઈજા થઈ છે?
જણાવી દઈએ કે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં સ્ટેન્ડ ઇન કેપ્ટન કૃણાલ પંડ્યાએ ખુલાસો કર્યો છે કે કેએલ રાહુલને કઈ ઈજા થઈ છે. આ વિશે વાત કરતાં કૃણાલે કહ્યું, "તે ખૂબ જ દુઃખની વાત છે કે તેને હિપ-ફ્લેક્સર સ્ટ્રેન છે. મને ખબર નથી કે તે કેટલું ખરાબ છે, મેડિકલ ટીમ તેની જાંચ કરશે" નોંધનીય છે કે કેએલ રાહુલ બાઉન્ડ્રી રોકવા માટે ઝડપી ગતિએ દોડી રહ્યો હતો.આ દરમિયાન તે ઈજાનો શિકાર બન્યો હતો.તેણે તેના જમણા પગની જાંઘ પકડી લીધી હતી.ચાલુ મેચે રાહુલને aઅ ઇજા બાદ ફિઝિયો મેદાનમાં આવ્યો અને સારવાર અપાઈ પણ કોઈ ફાયદો થયો નહીં. આવી સ્થિતિમાં તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. 

કેટલી ગંભીર છે કેએલ રાહુલની ઈજા? 
મહત્વનું છે કે રાહુલની ઈજા ચોક્કસપણે ગંભીર છે પણ કેએલ રાહુલને કયા ગ્રેડની ઈજા થઈ છે તે તો સમય જ કહેશે. મેચના અંતમાં જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તે પીડામાં દેખાતો હતો અને રન પણ બનાવી શક્યો નહોતો. ળભૂત રીતે આ પ્રકારની ઈજાને ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવે છે. ગ્રેડ વનની ઈજા ઝડપથી સારી થઈ જાય છે. ગ્રેડ 2 ની ઈજાને સાજા થવામાં એક અઠવાડિયા કરતા વધુ સમય લાગી શકે છે, અને ગ્રેડ 3 ની ઈજા સાજા થવામાં વધુ સમય લે છે અને તેમાં ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ