બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / LPG Price Hiked Today in india know new and latest rate applicable from today

ભાવ વધારો / 5 રાજ્યોની ચૂંટણી સમાપ્ત થતાં જ ફરી ઝટકો: કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં વધારો, ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર નહીં

Arohi

Last Updated: 11:18 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Gas Price Hike: દેશમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ લાગુ થઈ ગયા છે અને તેમની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓયલ કોર્પોરેશને આજથી લાગુ થતા નવા રેટની જાણકારી આપી છે.

  • ચૂંટણી પૂર્ણ થતા જ વધ્યા ગેસના ભાવ 
  • LPG સિલિન્ડરના ભાવમાં વધારો
  • કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં વધારો

દેશના 5 રાજ્યોમાં કાલે વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઈ અને આજથી એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે. આ વધારો 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેના રેટમાં 21 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. 

આજે 1 ડિસેમ્બર 2023થી તમને રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા ચુકવવા પડશે જ્યારે તેના ગયા મહિને એલપીજી ગેસના ભાવ 1775.50 રૂપિયા પ્રતિ સિલેન્ડર પર હતા. 

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં નથી ફેરફાર 
સબ્સિડી વાળા 14.2 કિલોગ્રામ વાળા ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સામાન્ય રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત મળી છે અને ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો જાણો ઓયલ માર્કેટિંગ કંપનીઓએ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ કેટલા વધાર્યા છે. 

જાણો તમારા શહેરમાં શું છે ગેસ સિલિન્ડરના ભાવ

  • દિલ્હી-1796.50 રૂપિયા 
  • કલકત્તા- 1908.00 રૂપિયા 
  • મુંબઈ- 1749.00 રૂપિયા
  • ચેન્નાઈ- 1968.50 રૂપિયા 

ગયા મહિને 100 રૂપિયા મોંઘો થયો હતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 
ગયા મહિને પહેલી તારીખે એટલે કે 1 નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાથી વધારેનો વધારો થયો હતો. એલપીજીના ભાવ 19 કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધ્યા હતા.

1 ઓક્ટોબરે એલપીજીના ભાવ 1731.50 રૂપિયા હતા જ્યારે 1 નવેમ્બરે તેના રેટ 101.50 રૂપિયા મોંઘો થયો હતો અને આ 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો હતો. ત્યાર બાદ 16 નવેમ્બરે કોમર્શિયલ ગેસના ભાવ ઓછા થયા હતા અને આ 57.05 રૂપિયા સસ્તો થઈને 1775.50 રૂપિયા પર આવી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ