બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / lpg hike credit debit card to tax collection rules these 5 changes form 1st October

જાણવું જરૂરી / ઓકટોબર શરૂ થયો, આજથી બદલાઈ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સાં પર થશે સીધી અસર: ડેબિટ-ક્રેડિટ કાર્ડથી લઈને વ્યાજદરમાં જાણો કયા ફેરફાર થયા

Manisha Jogi

Last Updated: 09:44 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. ટેક્સ રૂલથી લઈને ડેબિટ-ક્રેડિટ કાર્ડ, બચત પર વ્યાજ અને વિદેશ યાત્રાના નિયમ બદલાઈ શકે છે. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત
  • અનેક નિયમમાં ફેરફાર થશે
  • તમારા માસિક ખર્ચ પર પણ અસર જોવા મળી શકે છે

આજથી ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ છે. આજથી અનેક નિયમમાં ફેરફાર થશે. જેનું તમારા ખર્ચાઓ સાથે પણ કનેક્શન છે, જેથી તમારા માસિક ખર્ચ પર પણ અસર જોવા મળી શકે છે. સરકારે કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. ટેક્સ રૂલથી લઈને ડેબિટ-ક્રેડિટ કાર્ડ, બચત પર વ્યાજ અને વિદેશ યાત્રાના નિયમ બદલાઈ શકે છે. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

TCS નિયમમાં ફેરફાર
TCS પર નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમમાં ફેરફારને કારણે તમારી વિદેશ યાત્રા પર થતા ખર્ચ પર અસર થશે. વિદેશી કંપનીઓના શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું મોંઘુ સાબિત થશે. વિદેશમાં અભ્યાસ કરતા લોકો પર પણ તેની અસર થશે. ભારતમાં RBIની લિબરાઈઝ્ડ રેમિટેંસ સ્કીમ હેઠળ કોઈપણ વ્યક્તિ એક વર્ષમાં 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. આજથી મેડિકલ અને એજ્યુકેશનની સાથે સાથે અન્ય ખર્ચ પર પણ 7 લાખથી વધુના રેમિટેંસ પર 20 ટકા ટેક્સ લાગશે. 

ડેબિટ-ક્રેડિટ કાર્ડના નિયમ
RBIએ તમામ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના કસ્ટમર્સને તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનું પ્રોવાઈડર પસંદ કરવાનો વિકલ્પ આપવો. ગ્રાહકોને નવું કાર્ડ બનાવતા સમયે અથવા અન્ય સમયે પણ તેને બદલવાનો સમય તથા ઓપ્શન આપવો. જેથી ગ્રાહકો આ કાર્ડ પસંદ કરી શકશે, જેથી ટ્રાન્ઝેક્શન ચાર્જ ઓછો થઈ શકે છે. 

આરડી પર વ્યાજ વધી ગયું
સરકારે 1 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસની 5 વર્ષની આરડી પર વ્યાજ વધારવાનો નિર્ણય કર્યો છે. હવેથી સામાન્ય જનતાને 6.7 ટકા વ્યાજ મળશે. આ વ્યાજદર ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ક્વાર્ટર માટે લાગુ રહેશે. 

ઈન્ડિયન બેન્કની સ્પેશિયલ એફડી
સાર્વજનિક ક્ષેત્રની ઈન્ડિયન બેન્કની ઉચ્ચ વ્યાજ દર ધરાવતી સ્પેશિયલ એફડી ‘ઈંડ સુપર 400’ અને ‘ઈંડ સુપ્રીમ 300’ લોન્ચ કરી હતી. અગાઉ આ એફડી 30 સપ્ટેમ્બરના રોજ બંધ થવાની હતી. હવે 31 ઓક્ટોબર સુધી તેનો ફાયદો મેળવી શકાય છે. 

વ્યાજદર ઓછો થશે
પ્રાઈવેટ સેક્ટરની HDFC બેન્કની એફડીનો વ્યાજદર આજથી ઓછો થઈ રહ્યો છે. બેન્કે 29 મે 2023ના રોજ ઉચ્ચ રિટર્ન આપતી સ્પેશિયલ એફડીની શરૂઆત કરી હતી. જેમાં 35 મહિના દરમિયાન 7.20 ટકા રિટર્ન મળતું હતપં, હવે તેમાં કપાતની ઘોષણા કરવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ