બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર માટે સોમવારનો દિવસ ઘણી બધી ખુશીઓ લઈને આવ્યો છે. સોમવારનાં રોજ સ્વરા ભાસ્કરનાં ઘરે દિકરીનો જન્મ થયો હતો. હવે સ્વરા ભાસ્કર માતા બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વરા ભાસ્કરે આ વર્ષે માર્ચ મહિનામાં ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા.
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરન બની માતા
સ્વરા ભાસ્કરે આ વર્ષે માર્ચ મહિનામાં કર્યા હતા લગ્ન
લગ્ન બાદ ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના ઘરમાં ખુશીનો માહોલ છે. સ્વરા ભાસ્કરે સોમવારે પુત્રીને જન્મ આપ્યો હતો. અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે માતા બની ગઈ છે. સ્વરા ભાસ્કરના પરિવારના સભ્યો હાલ પુત્રીનાં જન્મની ખુશીની ઉજવણીમાં વ્યસ્ત છે. સ્વરા ભાસ્કરે માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા.
લગ્નને લઈ સ્વરા ઘણી ટ્રોલ થઈ હતી. થોડા દિવસો પહેલા સ્વરા ભાસ્કરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનાં ચાહકો સાથે પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા. હવે સોમવારે સ્વરા ભાસ્કરના ઘરમાં એક નાની બાળકીનો અવાજ ગુંજી રહ્યો છે. સ્વરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. ઘણી સુંદર તસવીરો શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, 'એક પ્રાર્થના સાંભળી, એક આશીર્વાદ આપવામાં આવ્યો, એક ગીત ગુંજી ઉઠ્યું છે. અમારી દીકરી રાબિયાનો જન્મ 23 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. અમે આભારી છીએ અને ખુશ હૃદયથી તમારા પ્રેમ બદલ આભાર.
સ્વરા ભાસ્કર લગ્ન બાદ ટ્રોલ થઈ હતી
સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદને લગ્ન બાદ ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. સ્વરા ભાસ્કરે પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને જોરદાર જવાબ આપ્યો હતો. સ્વરા અને ફહાદ એક રેલી દરમિયાન મળ્યા હતા. આ પછી બંને મિત્રો બની ગયા. રેલી પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને આ વર્ષે માર્ચ મહિનામાં સ્વરા ભાસ્કરે ફહાદ સાથે લગ્ન કર્યા.
જો કે, સ્વરાના ઘણા ચાહકોને તે મુસ્લિમ સાથે લગ્ન કરે તે પસંદ નહોતું. પણ સ્વરાએ તેના પ્રેમની સામે કોઈનું ન માન્યું. ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીના નેતા છે અને વિદ્યાર્થી રાજકારણમાં પણ ખૂબ સક્રિય રહ્યા છે. હવે ફહદ અને સ્વરાના ઘરમાં ખુશીનો માહોલ છે. નાનકડા મહેમાનના આગમનની ઉજવણીમાં બંને વ્યસ્ત છે.
A prayer heard, a blessing granted, a song whispered, a mystic truth..
Our baby girl Raabiyaa was born on 23 Sept. 2023 ♥️
With grateful and happy hearts we thank you for your love.
It’s a whole new world 🤗✨@FahadZirarAhmadpic.twitter.com/uT7DbvgUXp
આ બંને વિરોધ પ્રદર્શન દરમિયાન મળ્યા હતા
સ્વરા ભાસ્કર બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓમાંથી એક છે જે સામાજિક ચેતનાથી ભરેલી છે. સ્વરા અવારનવાર દેશના વિવિધ રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરી ચૂકી છે. સ્વરા ઘણી વખત ખુલ્લેઆમ સરકાર સામે વિરોધ પણ કરી ચુકી છે. વિરોધ દરમિયાન સ્વરા ફહાદને મળી હતી. સમાજવાદી પાર્ટીની યુવા પાંખ સમાજવાદી યુવા સભાના મહારાષ્ટ્ર રાજ્ય અધ્યક્ષ ફહાદ અહેમદ અને સ્વરાએ માર્ચમાં લગ્ન કર્યા હતા.
લગ્નનાં થોડાક મહિનાં બાદ જ બની માતા
સ્વરા ભાસ્કરના લગ્નના ફોટા પર ચાહકોએ કોમેન્ટ કરી હતી. જેમાં સ્વરા લગ્નના થોડા મહિના પછી જ માતા બની હતી. જેમાં ચાહકોએ કહ્યું હતું કે સ્વરા ભાસ્કરે પ્રેગ્નન્ટ થયા બાદ લગ્ન કરી લીધા છે. જો કે સ્વરા ભાસ્કરે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. થોડા સમય પછી સ્વરાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા. નાના મહેમાનનો અવાજ તેમના ઘરમાં ગુંજી રહી છે.