બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / lord vishnu and lord brihaspati follow these puja remedies on thursday

Lord vishnu pooja / જોઇએ છે સુખ-શાંતિ ને ધનનો ભંડાર...! તો ગુરૂવારના દિવસે આ 5 ઉપાયોથી કરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન

Bijal Vyas

Last Updated: 12:31 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે તેમની વિશેષ સાધના કરવાથી સાધકની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

  • આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે
  • નહાતા પહેલા પાણીમાં થોડી હળદર નાખો
  • કેળાના ઝાડ પાસે ઘીનો દીવો કરવો પણ શુભ અને ફળદાયી માનવામાં આવે છે

Thursday Puja: સનાતન પરંપરા અનુસાર, અઠવાડિયાનો દરેક દિવસ કોઇને કોઇ દેવી- દેવતાની પૂજા માટે સમર્પિત છે. ગુરુવારનો દિવસ શ્રી હરિ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા માટે વિશેષ લાભકારી માનવામાં આવે છે. જો તમારા જીવનમાં હંમેશા સમસ્યાઓ આવતી હોય અથવા તમારી કુંડળીમાં કોઈ ખામી હોય તો ગુરુવારે આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી ફળ મળે છે. આ સિવાય બીજા પણ ઘણા ઉપાય છે, જેને કરવાથી સાધકને શુભ ફળ મળે છે. આવો તો જાણીએ એવા કેટલાક અસરકારક ઉપાયો વિશે.

1. ધાર્મિક માન્યતા અનુસાર, જે કોઈને તેમના લગ્નમાં મુશ્કેલીઓ અથવા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તેણે ગુરુવારે ભગવાન વિષ્ણુને કલગી અર્પણ કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવનારી બાધાઓ દૂર થાય છે.

Topic | VTV Gujarati

2. ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે, જેના કારણે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.

3. જો તમારા જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહેતી હોય તો ગુરુવાર સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. ધ્યાન રાખો કે નહાતા પહેલા પાણીમાં થોડી હળદર નાખો. આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

વિષ્ણુ ભગવાનનું સૌથી પ્રિય વ્રત એકાદશી | Vishnu Bhagwan Ekadashi like

4. ગુરુવારે કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી લગ્નમાં આવતી બાધાઓ પણ દૂર થાય છે. આ સાથે કેળાના ઝાડ પાસે ઘીનો દીવો કરવો પણ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

5. ધાર્મિક માન્યતા અનુસાર, ગુરુવારે સૂર્યાસ્ત પછી તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ