બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Lord Sri Ram was born as the first child of King Dasaratha

રામ'રાજ' / પુત્ર પ્રાપ્તિ યજ્ઞની ફળશ્રુતિ: માતા કૌશલ્યાએ ખાધો હતો દિવ્ય પ્રસાદ, શુભ ગ્રહ, નક્ષત્ર અને મુહૂર્તમાં અવતર્યા હતા ભગવાન રામ

Kishor

Last Updated: 08:22 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામનો જન્મ રાજા દશરથના પ્રથમ સંતાન તરીકે થયો હતો. રામજીના જન્મ પહેલા રાજા દશરથે એક યજ્ઞ કર્યો હતો, જાણો સમગ્ર કહાની!

  • ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના પ્રથમ સંતાન તરીકે થયો હતો
  •  રામજીના જન્મ પહેલા રાજા દશરથે એક યજ્ઞ કર્યો હતો

હિન્દુ ધર્મમાં રામાયણ અને રામચરિતમાનસને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આદિકવિ વાલ્મીકીએ રામાયણ અને ગોસ્વામી તુલસીદાસે આ રામરચિતમાનસની રચના કરી હતી.. રામચરિતમાસમાં જ્યાં રામજીના રાજ્યભિેષેક સુધીનું વર્ણન જોવા મળે છે. જ્યારે રામાયણમાં શ્રીરામના મહાપ્રયાણ (પરલોક જવા) સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે.

રામનવમીના દિવસે કરો માત્ર આ બે કામ, ભગવાન શ્રીરામ વરસાવશે અપાર કૃપા |  ramnavmi importance and how to pray lord rama

રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે કરાવ્યો યજ્ઞ
અયોધ્યાના રાજા દશરથએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું હતું. યજ્ઞ સંપન્ન કરાવવાનું કાર્ય તેમને તમામ મનસ્વી, તપસ્વી, વિદ્વાન ઋિષિ-મુનિઓ અને વેદવિજ્ઞ પ્રકાંડ બ્રાહ્મણોને સોંપ્યું હતું.યજ્ઞ દરમિયાન તમામ મુલાકાતિઓ સાથે ગુરૂ વશિષ્ઠ અને ઋંગ ઋષિ પણ પહોંચ્યા હતા. જે બાદ વિધિ-વિધાનથી યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

યજ્ઞ સમાપ્ત થયા બાદ રાજા દશરથે તમામ ઋષિઓ, પંડિતો અને બ્રાહ્મણોને યશાશક્તિ મુજબ ધન-ધાન્ય અને ગૌ દાન કરીને વિદાય કરી હતી.. જે બાદ રાજા દશરથે યજ્ઞા પ્રસાદરૂપે ખીર ત્રણેય રાણીઓને આપી હતી.આ દિવ્ય પ્રસાદને ગ્રહણ કર્યા બાદ ત્રણેય રાણીઓ ગર્ભવતી થઈ હતી.

શુભ ગ્રહ-નક્ષત્ર અને મુહૂર્તમાં થયો હતો રામલલાનો જન્મ
રામાયણ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં જ્યારે સૂર્ય, મંગળ, શનિ, બુધ અને શુક્ર ગ્રહ પોતાના ઉચ્ચ સ્થાનો પર વિરાજમાન હતા. ત્યારે કર્ક લગ્રનનો ઉદય થતા જ મોટી રાણી કૌશલ્યાના ગર્ભથી રામલલાનો જન્મ થયો હતો. રામલલાનો જન્મ થતાં જ સંપૂર્ણ અયોધ્યા રાજ્યમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉલ્લાસમાં ગંધર્વ ગાન કરવામાં આવ્યું અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવતાઓ પુષ્પની વર્ષા કરવામાં આવી હતી.

મનોમોહક અને દિવ્યરૂપમાં જન્મ લીધો હતો રામલલાએ...
રામલલાનો જન્મ ભગવાન વિષ્ણુના 7માં અવતારના રૂપમાં ધરતી પર થયો હતો. રામલલાના શિશુરૂપ ખુબ જ મનમોહક અને આકર્ષક હતું. નીલવર્ણ, ચુંબકીય આકર્ષણ, તેજોમય, કાન્તિવાન અને સુંદર.શિશુના રૂપમાં રામલલાને જે કોઈ પણ જોતુ હતુ બસ તે જોતુ જ રહી જતું હતું. રાણી કૌશલ્યા બાદ કૈકયીના ગર્ભથી ભરત અને રાણી સુમિત્રાના ગર્ભથી બે તેજસ્વી પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો હતો. ચારેય પુત્રનું મુખ જોઈને રાજા દશરથનું હર્દય ખુશી, ગર્વ અને આનંદથી ભરાઈ ગયું હતું. ગૌસ્વામી તુલસીદાસજીએ રાજા દશરથની ખુશીનું વર્ણ કરતા રામચરિતમાનસમાં લખવામાં આવ્યું છે કે.

 વધુ વાંચો : રામ મંદિરના કારણે થશે 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ: ધાર્મિક જ નહીં આર્થિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે પ્રાણ પ્રતિષ્ઠા

दसरथ पुत्रजन्म सुनि काना। मानहु ब्रह्मानंद समाना॥
परम प्रेम मन पुलक सरीरा। चाहत उठन करत मति धीरा।। 

અર્થ એ છે કે પુત્રના જન્મની ખબર કાનથી સાંભળતા જ રાજા દશરથ બ્રહ્માનંદમાં સમાઈ ગયા હતાં. તેમના મનમાં અતિશય પ્રેમ, શરીર પુલકિત હતું. તેઓ પોતાની બુદ્ધિને ધીરજ આપીને ઉદય પામવા માંગતા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ