બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Lord Jagannathji, Subhadraji and Balabhadraji reached the temple

અમદાવાદ / શાંતિપૂર્ણ માહોલમાં 146મી રથયાત્રા પૂર્ણ: મંદિર પરિસરમાં જ ભગવાન કરશે રાતવાસો, કાલે સવારે પારણા

Dinesh

Last Updated: 10:12 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી નિજ મંદિરે પહોંચી ગયા છે, ભગવાનના સવારે પારણા કર્યા બાદ તેઓ મંદિરમાં બિરાજશે

  • નિજ મંદિર પહોંચ્યા નાથ
  • સવારે પારણા બાદ મંદિરમાં બિરાજશે નાથ
  • આજે રાત્રે મંદિર પરિસરમાં રથમાં જ રહેશે નાથ


અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં યોજાઈ હતી. જેમાં પ્રસ્થાન સમયે યાત્રામાં જમાલપુરથી અખાડા અને ભજન મંડળીઓ જોડાઇ હતી. જેમાં વિવિધ રંગો સાથે પ્રભુ ભક્તિના ચિત્રો શરીર પર કંડારેલા જોવા મળ્યા હતા અને અખાડાના કરતબ બાજોએ દિલધડક કરતબો અને પહેલવાનોએ કુશ્તી કરતબો કરતબો કરતા જોવા મળ્યા હતા. ત્યારે ભગવાન નગરચર્યા ફરી હવે નિજ મંદિરે પહોંચ્યા છે.

રાત્રે મંદિર પરિસરમાં રથમાં જ રહેશે નાથ
નગરચર્યા ફરી નિજ મંદિરે નાથ પહોંચ્યા છે, જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજી હવે નિજ મંદિરે પહોંચી ગયા છે ત્યારે ભગવાનના સવારે પારણા કર્યા બાદ તેઓ મંદિરમાં બિરાજશે. અત્રે તમને જણાવી દઈએ કે, આજે રાત્રે મંદિર પરિસરમાં રથમાં જ નાથ રાત્રી રોકાણ કરશે. 

today Ahmedabad 146 Rathyatra 2023 live update news

વિશેષ શણગાર 
અત્રે તમને જણાવી દઈએ કે, આ વખતે રથયાત્રામાં વિશેષ શણગાર સાથે ગજરાજો પણ જોડાયા હતા. રથયાત્રામાં ગજરાજનો વિશેષ શણગારએ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સાથે જ ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતુ.

25 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહ્યાં હતા
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી હતી, ત્યારે રથયાત્રામાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા હતા. જેમાં 11 IG, 50 SP, 100 DySP, 300થી વધુ PI, 800 PSI અને SRP તથા CRPFની 35 ટુકડી અને 6 હજાર હોમગાર્ડના જવાનો જોડાયા હતા. આ રથયાત્રા દરમિયાન અફવા પર ધ્યાન ન આપવા પોલીસે લોકોને અપીલ કરી છે. સાથે જ આજની રથયાત્રામાં પ્રથમ વખત એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરાયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ