બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / .. Looking at this, the education department itself seems illiterate.! Now Gujarat will learn from contractual teachers. Tet and Tat passed 'permanent' rumblings?

મહામંથન / .. આ જોતાં તો શિક્ષણ વિભાગ જ અભણ લાગે છે.! હવે કરાર આધારિત શિક્ષકોથી ભણશે ગુજરાત.! ટેટ અને ટાટ પાસ કરેલા 'કાયમી' રઝળતા?

Vishal Khamar

Last Updated: 08:43 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ કર્યો છે. ત્યારે   જ્ઞાન સહાયક ભરતી ઠરાવ સામે વિરોધ છે.  11 મહિનાના કરાર આધારીત શિક્ષકની ભરતી સામે રોષ વ્યક્ત કર્યો હતો.  ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓને અન્યાય થયાની લાગણી છે. ઉમેદવારોની ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

  • ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કર્યો વિરોધ
  • જ્ઞાન સહાયક ભરતી ઠરાવ સામે વિરોધ
  • 11 મહિનાના કરાર આધારીત શિક્ષકની ભરતી સામે રોષ

શાળાઓમાં શિક્ષકની ઘટ એ વર્ષો જૂનો મુદ્દો છે જેના સમાધાન શોધવાના પ્રયાસ અવિરત ચાલુ રહે છે. સરકારે કાયમી ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોની ઘટ ન પડે એ માટે નવો શબ્દ અને નવા શબ્દ રૂપે નવો વિકલ્પ શોધ્યો છે જેને નામ આપ્યું છે જ્ઞાન સહાયક. જ્ઞાન સહાયકની સરકાર કરાર આધારીત ભરતી કરશે જેનો સમયગાળો 11 મહિનાનો રહેશે. સરકારની આ જ નીતિ સામે ટેટ અને ટાટ કે PTC પાસ કરી હોય તેવા ઉમેદવારો રોષે ભરાયા છે,

ઉમેદવારોનો સીધો તર્ક છે કે એકંદરે GPSC પેટર્ન જેવી પરીક્ષા માટે પાંચ-સાત વર્ષ મહેનત કરીને જો પરીક્ષા પાસ કરી હોય અને આટલા વર્ષોની મહેનત પછી પણ 11 મહિનાની કરાર આધારીત નોકરી જ કરવાની હોય તો તેના કરતા જુનિયર ક્લાર્ક કે તલાટી થઈ જવું વધારે સારુ. ટેટ અને ટાટ પાસ ઉમેદવારો 18 જુલાઈથી સત્યાગ્રહ છાવણી પાસે ઉપવાસની પણ ચીમકી આપી ચુક્યા છે ત્યારે સરકાર શિક્ષકોની ઘટ દૂર કરવા જ્ઞાન સહાયકની ભરતી કરવા મક્કમ છે. મૂળભૂત પ્રશ્ન ફક્ત એટલો છે કે સરકારનો હેતુ સારુ શિક્ષણ આપવાનો છે પણ એ સારા શિક્ષણનો હેતુ કાયમી શિક્ષકોને બદલે કરાર આધારીત શિક્ષકોથી પૂરો થશે ખરો?

  • સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજનાનો અમલ થશે
  • જ્ઞાન સહાયકોની નિમણૂંક 11 મહિના માટે કરવામાં આવશે
  • 11 મહિના પૂર્ણ થતા કરાર આપોઆપ રદ ગણાશે

જ્ઞાન સહાયક યોજના શું છે?
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજનાનો અમલ થશે.  જ્ઞાન સહાયકોની નિમણૂંક 11 મહિના માટે કરવામાં આવશે. 11 મહિના પૂર્ણ થતા કરાર આપોઆપ રદ ગણાશે. સમીક્ષાના આધારે યોગ્ય જણાય તો નવેસરથી કરાર કરી શકાશે. કરાર રિન્યુ કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. જરૂર પડે ત્યારે શાળાના સમય સિવાય પણ શૈક્ષણિક પ્રવૃતિ કરવાની રહેશે. યોજનાને બે વર્ષ પૂર્ણ થાય પછી માનદ વેતનમાં વધારા અંગે વિચારણા થશે. ઉમેદવારને પોતાના વતન કે નજીકના વિસ્તારનો વિકલ્પ અપાશે. જ્ઞાન સહાયક યોજના અમલમાં આવ્યા પછી પ્રવાસી શિક્ષક યોજના રદ ગણાશે. 

જ્ઞાન સહાયકને કેટલું વેતન મળશે? (હેડર)

પ્રાથમિક વિભાગ (સબ હેડર)
 
21 હજાર ફિક્સ વેતન
 
માધ્યમિક વિભાગ (સબ હેડર)
 
24 હજાર ફિક્સ વેતન
 
ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સબ હેડર)
 
26 હજાર ફિક્સ વેતન

જ્ઞાન સહાયક અંતર્ગત કેટલી ભરતી? 

કુલ ભરતી 26500
પ્રાથમિક વિભાગ 15000
માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક 11500
ખેલ સહાયક 5075
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ