બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Look, money has been deposited in the account', fraud in digital payment in Ahmedabad

સાવધાન / 'જોઈ લો એકાઉન્ટમાં રૂપિયા જમા થઇ ગયા', અમદાવાદમાં ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી

Mehul

Last Updated: 11:35 PM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લાખો રૂપિયાની ખરીદી બાદ ડીજીટલ પેમેન્ટ કરી વેપારીઓને ચૂનો લગાવતા બે શાતીર પોલીસના સકંજામાં. ત્રણ વેપારીઓએ માંગી પોલીસની મદદ.આખરે ફૂટ્યો ભેજાબાજોનો ભાંડો

 

  • ડિજીટલ પેમેન્ટના ભેજાબાજ ઝડપાયા 
  • પેટીએમ પેમેન્ટથી લાખો રૂપિયાનો ચૂનો 
  • ટેકનોલોજીના સહારે આંખમાં ધૂળ ઝોંકી 

આજકાલ ડિજીટલ પેમેન્ટની બોલબાલા છે ત્યારે હર કોઈ આ પ્રકારના પેમેન્ટથી ગૌરવ અનુભવે છે.ખાસ કરીને વ્યાપારીઓને ડીજીટલ ટ્રાન્ઝેક્શન વધુ માફક આવી ગયા છે.આ વચ્ચે  એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.પેટીએમ થી નાણા ચુકવવાના માધ્યમથી કેટલાક ભેજાબાજ લાખો રૂપિયાની ખરીદી વિવિધ સ્ટોર્સમાંથી ખરીદી, ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરતા હતા. હકિકતમાં એ પેમેન્ટ એકાઉન્ટમાં પહોચતું જ નહોતું.આમ ,અમદાવાદના કેટલાય વેપારીઓનું લાખો રૂપિયાનું 'ફૂલેકું' ફરી ગયું છે.

બે ગઠિયાની ધરપકડ  

હવે ડિજિટલ પેમેન્ટ પણ વેપારીઓ માટે સુરક્ષિત નથી કારણ કે શહેરના અનેક વેપારીઓ પાસેથી સામાન ખરીદીને પેટીએમ મારફતે પેમેન્ટ ચૂકવનાર ગઠિયાઓએ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો છે શહેરની ઝોન 2 સ્ક્વોડે આવા જ 2 ગઠિયાઓની ધરપકડ કરી છે જેમણે વેપારીઓને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હતો..

અમદાવાદ શહેર ઝોન 2 સ્ક્વોડ ની ગિરફતમાં ઉભેલા આ 2 આરોપીઓ શાંતિર ઠગબાજ છે જેઓ શહેરની અલગ અલગ દુકાનોમાં જઈને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા અને ત્યારબાદ રોકડ પેમેન્ટ ન કરીને પેયટીએમ થી ચુકવણી કરવાનું વેપારીઓને કહેતા હતા. અને સ્કેનકોડ સ્કેન કરવાનું નાટક કરીને મેન્યુઅલ ટાઈપ કરેલો મેસેજ વેપારીના મોબાઈલ પર સેન્ડ કરી દેતા હતા જેને જોઈને વેપારીઓ નાણાં આવી ગયા હોવાનું માની બેસતા હતા અને જ્યારે બેન્ક એકાઉન્ટ ચેક કરતા ત્યારે તેમના ખાતામાં રૂપિયા જમા જ નહોતા થતા..

ત્રણ વેપારીઓએ માંગી પોલીસની મદદ 

છેતરપીંડી થયેલ 3 વેપારીઓએ પોલીસની મદદ માંગતા આરોપીઓ ઝડપાયા છે જો કે આ આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં અનેક વેપારીઓની સાથે છેતરપિંડી કરી છે જો કે આ આરોપીઓ 5 હજાર રૂપિયાથી નાની રકમનું જ ચિટિંગ વેપારીઓ જોડે કરતા હતા જેથી વેપારીઓ આટલી નાની રકમ માટે પોલીસ સ્ટેશન જવાનું ટાણે અને પોલીસ ફરિયાદ ન થાય..મોટા ભાગના વેપારીઓએ આવી છેતરપીંડી થઈ હોવા છતાં પણ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે જેને કારણે ઝોન 2 પોલીસ દ્વારા આવી રીતે છેતરાયેલા વેપારીઓને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવા માટે સૂચન કર્યું છે.

અભણ છતાં શાતીર 

આરોપીઓ ખાસ ભણેલા નથી તેમછતાં ટેકનોલોજીના ઉપયોગથી વેપારીઓને ચુનો લગાવતા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડીજીટલ ટ્રાન્ઝેક્શન કરતા વેપારીઓને આવા ચિટિંગ થી બચવા દરેક ટ્રાન્ઝેક્શન પછી બેન્ક બેલેન્સ ચેક કરી લેવા સૂચન કરાયું છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ